Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના નબીપુર હાઈવે પર ટેમ્પો ચાલકનો મૃતદેહ મળ્યો:પાર્ક કરેલા ટેમ્પા સાથે દોરીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા પોલીસ તપાસ શરૂ કરી

    1 day ago

    ભરૂચ જિલ્લાના નબીપુર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક ટેમ્પો ચાલકનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં નબીપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, હાઈવે પર પાર્ક કરાયેલા એક ટેમ્પાની બાજુમાં દોરી વડે લટકેલી હાલતમાં અરબાઝ નામના વ્યક્તિનો મૃતદેહ મળ્યો હતો. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ઘટનાસ્થળેથી જરૂરી પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા છે. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ આત્મહત્યાનો છે કે અન્ય કોઈ કારણસર મોત થયું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. યુવકે કયા સંજોગોમાં આ પગલું ભર્યું? તેની પાછળ કોઈ વ્યક્તિગત કે અન્ય કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પોલીસ પરિવારજનોના નિવેદનો અને અન્ય પાસાઓને આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પૂરનો ઉકેલ કરવાને બદલે ચોથા દિવસે કામગીરી કરવા નીકળ્યા:126 જેસીબી અને સેંકડો ટ્રેક્ટરો મેદાનમાં, 500 સફાઈકર્મીઓ દોડ્યા, ઉકાઈ-નડિયાદથી હાઈ હોર્સ પાવરના ડી-વોટરિંગ પમ્પ તૈનાત
    Next Article
    ગાંધીનગરમાં 11થી 18 જુલાઈ પરિવાર નિયોજન મહાઅભિયાન:આરોગ્યની ટીમો દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈ તબીબી માર્ગદર્શન આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment