Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં 11થી 18 જુલાઈ પરિવાર નિયોજન મહાઅભિયાન:આરોગ્યની ટીમો દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈ તબીબી માર્ગદર્શન આપશે

    1 day ago

    વિશ્વ વસ્તી દિવસની વિશેષ ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં આવતીકાલ (11 જુલાઈ) શનિવારથી 18 જુલાઈ દરમિયાન પરિવાર નિયોજન મહાઅભિયાનનો પ્રારંભ થશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ અભિયાન અંતર્ગત તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો પર કુટુંબ કલ્યાણની સેવાઓ તદ્દન નિઃશુલ્ક આપવામાં આવશે. આ સાથે જ આશા બહેનો અને આરોગ્ય કર્મચારીઓની ટીમો ઘર-ઘર મુલાકાત લઈ નાગરિકોને તબીબી માર્ગદર્શન પૂરું પાડશે. સમાજમાં જવાબદાર માતા-પિતૃત્વની ભાવના કેળવવાનો આશય આ મહાઅભિયાનનો મુખ્ય આશય વસ્તી નિયંત્રણ અંગે જાગૃતિ લાવવી, માતા અને બાળકના સ્વાસ્થ્યને વધુ સુદ્રઢ બનાવવું તેમજ દંપતીઓને ઉચ્ચ ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવાનો છે. આ વર્ષની ઉજવણી માટે રાજ્ય સરકાર દ્વારા ‘સમૃદ્ધ પરિવારની ઓળખ, સ્વસ્થ માતા અને ખુશહાલ સંતાન’નું વિશેષ સૂત્ર જાહેર કરવામાં આવ્યું છે. આ સૂત્રને સાકાર કરવા જિલ્લાના તમામ પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો ખાતે વિશેષ કાર્યક્રમો યોજાશે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘર-ઘર મુલાકાત અને પરામર્શ અભિયાન દરમિયાન આશા બહેનો, એ.એન.એમ. અને એમ.પી.એચ.ડબલ્યુ. સહિતના પાયાના આરોગ્ય કર્મચારીઓ યોગ્ય પાત્રતા ધરાવતા દંપતીઓનો રૂબરૂ સંપર્ક કરશે. તેઓને પરિવાર નિયોજનના વિવિધ આધુનિક સાધનો, અંતરાલ પદ્ધતિઓ અને કાયમી પદ્ધતિઓ વિશે વૈજ્ઞાનિક માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત દંપતી પરામર્શ, સમુદાય બેઠકો અને જનજાગૃતિ કાર્યક્રમો દ્વારા નાનું અને સુખી પરિવાર તેમજ સુરક્ષિત માતૃત્વનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવશે. તમામ કેન્દ્રો પર કાયમી અને અંતરાલ પદ્ધતિઓ મફત મળશે આ અંતર્ગત જિલ્લાના તમામ સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે પુરુષ નસબંધી, સ્ત્રી નસબંધી, અંતરા ઇન્જેક્શન, છાયા ગોળી અને ગર્ભનિરોધક ગોળીઓ સહિતની સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ રહેશે. દરેક આરોગ્ય સંસ્થા પર તબીબી નિષ્ણાતો દ્વારા વ્યક્તિગત કાઉન્સેલિંગ પણ કરવામાં આવશે. વ્યાપક જાગૃતિ માટે જાહેર સ્થળોએ અવેરનેસ રેલીઓ અને ખાસ ગામસભાઓનું આયોજન કરાયું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એ. જે. વૈષ્ણવે જનતાને આ સેવાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના નબીપુર હાઈવે પર ટેમ્પો ચાલકનો મૃતદેહ મળ્યો:પાર્ક કરેલા ટેમ્પા સાથે દોરીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા પોલીસ તપાસ શરૂ કરી
    Next Article
    વડવાજડી અને પીપળીયા પાળમાં ખનીજ માફિયા પર પોલીસ ત્રાટકી:ગેરકાયદેસર રેતી-કપચી સંગ્રહ કરતાં `ઓમ કોંક્રીટ' એકમ પર દરોડો, 190 ટન કપચી અને 100 ટન રેતી સહિત રૂ.34 લાખનો મુદામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment