Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડવાજડી અને પીપળીયા પાળમાં ખનીજ માફિયા પર પોલીસ ત્રાટકી:ગેરકાયદેસર રેતી-કપચી સંગ્રહ કરતાં `ઓમ કોંક્રીટ' એકમ પર દરોડો, 190 ટન કપચી અને 100 ટન રેતી સહિત રૂ.34 લાખનો મુદામાલ જપ્ત

    1 day ago

    રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના વડવાજડી અને પીપળીયા પાળમાં ખનીજ માફિયા પર પોલીસ ત્રાટકી હતી અને 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ગેરકાયદેસર રેતી-કપચી સંગ્રહ કરતાં `ઓમ કોંક્રીટ' એકમ પર દરોડો પાડી 190 ટન કપચી અને 100 ટન રેતી સહિત રૂ.34 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે પીપળીયા પાળમાં મોરમનું ગેરકાયદેસર ખનન કરતાં વાવડીના લીઝ ધારક વિજયપાલસિંહ ચુડાસમાની ધરપકડ કરી જેસીબી, ડમ્પર સહિત રૂ.70 લાખની મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની આપેલ સૂચના આધારે રાજકોટ ગ્રામ્ય SOG ટીમ મેટોડા GIDC વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે લોધિકાના વડવાજડી ગામે વાગુદળ રોડ પર આવેલા `ઓમ કોંક્રીટ' નામના એકમ પર ખાણ-ખનીજ વિભાગના અધિકારીને સાથે રાખી રેડ કરવામાં આવી હતી જેમાં રોયલ્ટી ભર્યા વગર ગેરકાયદેસર રીતે રેતી અને કપચીનો સંગ્રહ તેમજ વહન કરવાની પ્રવૃત્તિ કરતા હોવાનું સામે આવ્યું હતું જેથી એક ડમ્પર, ડમ્પરમાં ભરેલી આશરે 40 ટન કપચી, આશરે 100 ટન રેતી, અને આશરે 150 ટન કપચી મળી કુલ 34 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જ્યારે બીજા દરોડામાં લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પીપળીયા પાળ ગામની સીમમાં આવેલી જગ્યામાંથી મોરમનું ગેરકાયદેસર ખનન અને વહન ઝડપી પાડવામાં આવ્યું છે જેમાં લીઝ ધારક વિજયપાલસિંહ બલવંતસિંહ ચુડાસમા દ્વારા ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી પોલીસે જે.સી.બી. મશીન, ડમ્પર અને મોરમ 100 ટન મળી કુલ રૂ.70.50 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દરોડા દરમિયાન કબ્જે કરવામાં આવેલા તમામ વાહનો અને ખનીજનો જથ્થો ખાણ ખનીજ વિભાગ રાજકોટને સોંપીને વધુ કમ્પાઉન્ડિંગ દંડ પેટેની રિપોર્ટ તૈયાર કરી આગળની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં 11થી 18 જુલાઈ પરિવાર નિયોજન મહાઅભિયાન:આરોગ્યની ટીમો દ્વારા ઘરે-ઘરે મુલાકાત લઈ તબીબી માર્ગદર્શન આપશે
    Next Article
    તાપી કલેક્ટરનું આંગણવાડી બાળકોના પોષણ પર કડક વલણ:ICDS અને આરોગ્ય વિભાગને સંયુક્ત જવાબદારી નિભાવવા નિર્દેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment