Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી કલેક્ટરનું આંગણવાડી બાળકોના પોષણ પર કડક વલણ:ICDS અને આરોગ્ય વિભાગને સંયુક્ત જવાબદારી નિભાવવા નિર્દેશ

    1 day ago

    તાપી જિલ્લામાં આંગણવાડીના બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ સ્તરને સુધારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં બાળકોના પોષણ અને આરોગ્યલક્ષી સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે વિશેષ આયોજન કરાયું હતું. બેઠકમાં કલેક્ટર દેવ ચૌધરીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે, આંગણવાડીના બાળકો માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ શારીરિક રીતે પણ સક્ષમ બને તે માટે ICDS અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે જવાબદારી નિભાવવી પડશે. ૩ થી ૬ વર્ષના બાળકોને અપાતા ગરમ નાસ્તાની ગુણવત્તા અને પોષણ સુધા યોજના હેઠળ માતાઓના પોષણસ્તરમાં સુધારો કરવા માટે પૌષ્ટિક આહારના વિકલ્પો વધારવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરએ બાળકોના સ્વાસ્થ્યની સચોટ માહિતી માટે આંગણવાડી કેન્દ્રોમાં નોંધાયેલા બાળકોના વજન અને ઊંચાઈના ડેટાનું ICDS સ્ટાફ દ્વારા સંયુક્ત 'ક્રોસ વેરિફિકેશન' કરવા સૂચના આપી હતી. આ ઉપરાંત, તમામ બાળકોનું પદ્ધતિસરનું મેડિકલ સ્ક્રિનિંગ થાય અને આંગણવાડી કાર્યકરો તથા આશા વર્કરોની સંયુક્ત મીટિંગ બોલાવી આયોજનબદ્ધ રીતે કામગીરી હાથ ધરવા તાકીદ કરી હતી. તેમણે વિષય નિષ્ણાતોના માધ્યમથી પોષક તત્વોના મહત્વ અંગે જનજાગૃતિ લાવવા અને હેલ્થ ટ્યુટોરિયલ્સ દ્વારા બાળકોની જરૂરિયાતોને સમજવા પર ભાર મૂક્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાએ વિભાગો વચ્ચેના પરસ્પર સંકલનને મહત્વનું ગણાવતા જણાવ્યું હતું કે, બાળકોના સ્વાસ્થ્યના 'ગ્રોથ ચાર્ટ'નું નિયમિત મોનિટરિંગ કરવું અનિવાર્ય છે. વજન અને ઊંચાઈની વિગતો દર મહિને અપડેટ કરવા અને તે મુજબ બાળકોના આહારના મેનૂમાં જરૂરિયાત મુજબના ફેરફાર કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મહત્વની બેઠકમાં ICDS પ્રોગ્રામ ઓફિસર તન્વી પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ વસાવા તેમજ વિવિધ પ્રોજેક્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લા વહીવટી તંત્રના આ પ્રયાસોથી આગામી સમયમાં આંગણવાડીના બાળકોના પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    વડવાજડી અને પીપળીયા પાળમાં ખનીજ માફિયા પર પોલીસ ત્રાટકી:ગેરકાયદેસર રેતી-કપચી સંગ્રહ કરતાં `ઓમ કોંક્રીટ' એકમ પર દરોડો, 190 ટન કપચી અને 100 ટન રેતી સહિત રૂ.34 લાખનો મુદામાલ જપ્ત
    Next Article
    વ્યારામાં ફૂડ સેફ્ટી વિભાગની તપાસ:15થી વધુ નાસ્તા સેન્ટરોમાં ખાદ્ય તેલ અને સ્વચ્છતાની ચકાસણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment