Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:મનપા દ્વારા પશુ નોંધણી માટે 15 ઓક્ટોબરની આખરી મુદ્દત : સમયમર્યાદા બાદ બમણો દંડ અને પશુ ડિટેઇન થશે

    9 hours ago

    પોરબંદર મનપા દ્વારા પશુ નોંધણી માટે 15 ઓક્ટોબરની આખરી મુદત છે ત્યારે સમયમર્યાદા બાદ બમણો દંડ અને પશુ ડિટેઇન થશે.મનપાનાએ.એન.સી.ડી . શાખા દ્વારા સ્થળ તપાસ અને વિગતોની ખરાઈ તેજ કરી નોંધણી બાદ પશુઓને RFID ચીપ લગાવવામાં આવશે. ​ પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓને પડતી ભારે હાલાકી, અકસ્માતોનું જોખમ તેમજ ગંદકીની સમસ્યાને ડામવા મનપા પ્રશાસને લાલ આંખ કરી છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા શહેરમાં પશુ નોંધણી અને ટેગિંગની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત બાકી રહેલા તમામ પશુપાલકોને આગામી 15 ઓક્ટોબર 2026 સુધીમાં નોંધણી કરાવી લેવા આખરી તાકીદ કરવામાં આવી છે. પાલિકા દ્વારા અગાઉ બહાર પડાયેલી સૂચના અન્વયે જે પશુમાલિકોએ ફોર્મ ભર્યા હતા, તેમના રહેઠાણ તેમજ પશુ રાખવાના વાડાની સ્થળ મુલાકાત એ.એન.સી.ડી. શાખાના અધિકારી દિલાવર સાટી અને તેમની ટીમ દ્વારા લેવામાં આવી રહી છે. 15 ઓક્ટોબર બાદ પેનલ્ટી ફી સાથે નોંધણી થશે જે માલિકોએ હજુ સુધી પોતાના પશુઓની નોંધણી માટે ફોર્મ જમા કરાવ્યા નથી, તેઓ 15 ઓક્ટોબર પહેલાં જરૂરી આધાર-પુરાવા સાથે મનપા કચેરીમાં નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી લે. 15 ઓક્ટોબરની સમયમર્યાદા વીત્યા બાદ મોડી ફી અને પેનલ્ટી વસૂલવામાં આવશે. એટલું જ નહીં, ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો અને રહેણાંક સોસાયટીઓમાં વિશેષ ડ્રાઇવ યોજીને રખડતા તેમજ બિનનોંધાયેલા પશુઓને સીધા ડિટેઇન કરી પાંજરે પૂરવામાં આવશે અને તેમના માલિકો પાસેથી બમણો દંડ વસૂલવા સહિતના કડક કાનૂની પગલાં લેવામાં આવશે. હજુ માત્ર 1400‎ પશુઓની નોંધણી થઈ‎ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં વસતા પશુપાલકોના પશુઓનું ફરજીયાત નોંધણી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે જેમાં માત્ર 1400 જેટલા પશુઓની નોંધણી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતની બ્લૂ બાયોઇકોનોમીને બૂસ્ટર ડોઝ:પોરબંદરના મોચા ગામે રૂ.100 કરોડના ખર્ચે મરીન બાયોટેક્નોલોજી રિસર્ચ એન્ડ ઇનોવેશન કોરિડોર બનશે
    Next Article
    Market Highlights: Sensex Cracks 1,045 Pts, Nifty 50 Ends Below 22,250; All Sectors In Red

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment