Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદી-પુતિન વચ્ચે ભારત મંડપમમાં 45 મિનિટની બેઠક:ભારત રડારમાં ન પકડાતું જેટ ખરીદી શકે છે, એરસ્ટ્રાઇકમાં ગેમચેન્જર

    21 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ભારત મંડપમમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જે લગભગ 45 મિનિટ ચાલી. બેઠક પહેલા મોદીએ પુતિનનું ભેટીને સ્વાગત કર્યું અને તેમને તમિલ કવિ તિરુવલ્લુવરની પ્રસિદ્ધ રચના તિરુક્કુરલનો રશિયન અનુવાદ ભેટ આપ્યો. PM મોદી-પુતિન વચ્ચે શું વાતચીત થઈ છે તેની જાણકારી હજુ સામે આવી નથી. રિપોર્ટ્સ અનુસાર, બંને દેશો વચ્ચે મોટી ડિફેન્સ ડીલ શક્ય છે. ભારત રડારની પકડમાં ન આવનાર સુખોઈ-57 ફાઈટર જેટ ખરીદી શકે છે. રશિયાએ તેને બનાવવા અને જરૂરી ટેકનોલોજી શેર કરવાની ઓફર કરી છે. સુખોઈ-57 એક એડવાન્સ સ્ટીલ્થ ફાઈટર જેટ છે. તે બીજા દેશમાં ઘૂસીને એરસ્ટ્રાઈક કરવામાં ગેમચેન્જર સાબિત થઈ શકે છે. મોદી-પુતિનની મુકાલાતની તસવીરો… તિરુક્કુરલ શું છે, જે મોદીએ પુતિનને ભેટમાં આપી? તિરુક્કુરલ તમિલ કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરની પ્રસિદ્ધ રચના છે. તેમાં લગભગ 1,330 દોહા છે. આ દોહામાં સારા જીવન, નૈતિકતા, શાસન, અર્થવ્યવસ્થા, પ્રેમ અને માનવીય મૂલ્યો વિશે જણાવવામાં આવ્યું છે. તિરુક્કુરલને તમિલ સાહિત્યની સૌથી મહત્વપૂર્ણ રચનાઓમાંની એક માનવામાં આવે છે. તેનો ઘણી ભાષાઓમાં અનુવાદ પણ થઈ ચૂક્યો છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા તેને વિદેશી નેતાઓને ભેટ આપવી એ ભારતની પ્રાચીન તમિલ સંસ્કૃતિ અને તેની જ્ઞાન પરંપરાને દુનિયા સુધી પહોંચાડવાનો સંદેશ માની શકાય છે. Su-57 ફાઇટર જેટ, S-400 અને એડવાન્સ બ્રહ્મોસ-NG ડીલ શક્ય મોદી-પુતિનની વાતચીતમાં S-400ની બાકીની ખેપ અને એડવાન્સ બ્રહ્મોસ-NG જેવા સંરક્ષણ સહયોગના મુદ્દાઓ પર પણ ચર્ચા શક્ય છે. આ ઉપરાંત, 2030 સુધીમાં બંને દેશોનો વેપાર 100 અબજ ડોલર સુધી પહોંચાડવા પર વાત થઈ શકે છે. રશિયા સાથે ઉદ્યોગ, રેલવે, સ્ટીલ અને ટનલિંગમાં સહયોગ વધારવા, ભારતીય કંપનીઓને રશિયન બજારમાં વધુ તકો આપવા અને પરમાણુ ઊર્જા, ક્રિટિકલ મિનરલ્સ, કુશળ કામદારો અને ખાતરના ક્ષેત્રમાં સહયોગ વધારવા પર પણ ચર્ચા શક્ય છે.
    Click here to Read More
    Previous Article
    કાઉન્ટીમાં કુલદીપને 10 વિકેટ:ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવું પહેલીવાર કર્યું, યોર્કશાયરે એસેક્સને એક ઇનિંગ્સ અને 106 રનથી હરાવ્યું
    Next Article
    જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો:હિરાનગર સેક્ટરમાં ફેન્સિંગ પાસે પકડાયો, ઉંમર 60-65 વર્ષ; પૂછપરછ ચાલુ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment