Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા નજીક હાઈ ટેન્શન વીજ લાઈન તૂટતાં રેલ વ્યવહાર ખોરવાયો:દિલ્હી-મુંબઈ રેલ સેવા અસરગ્રસ્ત;યુદ્ધના ધોરણે સમારકામ કરી ટ્રેક પુનઃ કાર્યરત કરાયો

    11 hours ago

    ગોધરા નજીક ચંચેલાવ અને સંતરોડ રેલવે સ્ટેશન વચ્ચે આજે વહેલી સવારે હાઈ ટેન્શન વીજ લાઈન તૂટી પડતાં દિલ્હી-મુંબઈ રેલ વ્યવહાર કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. આ ઘટનાને કારણે અપ અને ડાઉન બંને ટ્રેક પરની અવરજવર પ્રભાવિત થઈ હતી. રેલવેના 25 હજાર કે.વી.નો વીજ વાયર તૂટી પડ્યો હતો અને એક વીજ પોલ પણ નમી ગયો હતો. ઘટનાસ્થળે એક મોરનું પણ મૃત્યુ થયું હતું, જેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મોર કોઈ ધાતુ સાથે હાઈ ટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટના સવારે અંદાજે 7:00 વાગ્યાના સુમારે બની હતી. 25 હજાર કે.વી.ના વીજ પ્રવાહના કારણે ભારે દબાણ અને સ્પાર્ક સર્જાયો હતો, જેના પરિણામે વીજ પોલની આસપાસની જમીનમાં મોટો ખાડો પડી ગયો હતો. સદનસીબે, તે સમયે કોઈ ટ્રેન પસાર ન થતી હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. આ ટેકનિકલ ખામીને કારણે અનેક ટ્રેનો મોડી પડી હતી. અપ લાઇન પર ઝાંસી પશ્ચિમ, જમ્મુતાવી અને મેમુ પેસેન્જર ટ્રેનો 2 થી 2.30 કલાક મોડી ચાલી રહી હતી, જ્યારે ડાઉન લાઇન પર દેહરાદૂન એક્સપ્રેસ અને કોટા પાર્સલ ટ્રેન 45 મિનિટ મોડી પડી હતી. બનાવની જાણ થતાં જ OHE (ઓવરહેડ ઇક્વિપમેન્ટ) ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. રેલવે પોલીસ ટીમ પણ સ્થળ પર પહોંચીને જરૂરી કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    હનુમાન જન્મોત્સવ નિમિતે હનુમાન કેમ્પ મંદિરથી આવતીકાલે શોભાયાત્રા નીકળશે:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાદાની આરતી ઉતારી પ્રસ્થાન કરાવશે, 30 ટ્રક, 200 બુલેટ, ઊંટગાડી, ઘોડાગાડી અને લાઈવ ભજન મ્યુઝિક જોડાશે
    Next Article
    સુરતમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનું એડીચોટીનું જોર લગાવવાનું શરૂ:કોની કપાશે ટિકિટ અને કોને મળશે તક?, PM મોદીના પ્રવાસ બાદ ગમે તે ક્ષણે વાગશે ચૂંટણીનો શંખનાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment