Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામમંદિરમાં ચોરી-દાનપેટીમાં આવતું દાન ઘટ્યું, 500ની નોટોમાં મોટો ઘટાડો:ગણતરી કરનારા 23 કર્મચારીઓના એક સાથે રાજીનામા, SCમાં 13 જુલાઈએ સુનાવણી

    1 day ago

    અયોધ્યા રામ મંદિરમાં દાન ચોરીના મામલે સુપ્રીમ કોર્ટ 13 જુલાઈએ સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચ 3 અરજીઓ પર સુનાવણી કરશે. અરજીઓમાં તપાસ CBIને સોંપવા અને વિશેષ SITની રચના કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ, મંદિરમાં દાનના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા અલગ-અલગ વિષયોની સમીક્ષા માટે એક્સપર્ટ કમિટીની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ તરફ, ગણતરી કરનારા 23 કર્મચારીઓએ ગુરુવારે એકસાથે રાજીનામું આપી દીધું છે. તેમનું કહેવું છે કે ચોરીની ઘટના પછી 10-20 રૂપિયાની નોટો વધી ગઈ છે, જેના કારણે ગણતરીમાં વધુ સમય લાગી રહ્યો છે. પહેલા 500 રૂપિયાની નોટોની 70-80 ગડ્ડીઓ બનતી હતી, હવે માંડ 15 ગડ્ડીઓ બની રહી છે. પહેલા કામ બે શિફ્ટમાં થતું હતું, પરંતુ હવે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી એક જ શિફ્ટ કરી દેવામાં આવી છે. વેતન તે જ છે, જ્યારે કામના કલાકો વધી ગયા છે. હવે બેંક પાસે માત્ર 13 ગણતરી કર્મચારીઓ રહ્યા છે. ચઢાવાની ચોરીથી માતા સીતાનું મોસાળ 'જાનકી મંદિર' પણ દુઃખી છે. શ્રીરામનું સાસરું પાડોશી દેશ નેપાળના જનકપુરમાં છે. મંદિરના મહંત રોશન દાસે ભાસ્કરને જણાવ્યું કે ભગવાન શ્રીરામના કોઈ મંદિરમાં આવી ઘટના ક્યારેય જોઈ નથી કે સાંભળી નથી. મન વ્યથિત છે, તેથી શ્રાવણમાં જનકપુરથી 5-7 લોકો પ્રભુ શ્રીરામના ઘરે અયોધ્યા જશે, સાંત્વના આપશે અને દર્શન કરીને પાછા ફરશે. રામ મંદિર સંબંધિત અપડેટ્સ વાંચવા માટે લાઇવ બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Mumbai's Water Stock At Almost 50% But Way Below Last Year's Reading
    Next Article
    પૂરનો હીરો, ફૂટપાથ પર રહેતા શ્રમિકે 50 નંબરપ્લેટ ભેગી કરી:પાણીમાં વાહનોમાંથી નીકળેલી પ્લેટો ભંગારમાં વેચવાની જગ્યાએ સાઇડમાં મૂકી, જાગૃત યુવાને રીલ બનાવી વાઇરલ કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment