Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાળાબંધી:વાવડીમાં જર્જરીત આંગણવાડીને મહિલાઓએ તાળાં માર્યાં, બાળકોને ઘરે બેસાડવાનો નિર્ણય

    1 day ago

    જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામે આંગણવાડીનું મકાન અત્યંત જર્જરીત હાલતમાં ફેરવાઈ જતાં સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સુરક્ષા અને સુવિધાના અભાવે આક્રોશે ભરાયેલી મહિલાઓએ આંગણવાડીને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી નવું બિલ્ડિંગ ન બને ત્યાં સુધી બાળકોને આંગણવાડીએ નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આંગણવાડીનું મકાન જર્જરીત હોવા ઉપરાંત આસપાસ યોગ્ય સફાઈ થતી નથી. કમ્પાઉન્ડની આસપાસ વાડ અને ઝાડી-ઝાંખરા હોવાથી સાપ જેવા ઝેરી જીવજંતુઓનો સતત ભય રહે છે. ઉપરાંત, રખડતાં શ્વાનોનો ત્રાસ હોવાથી બાળકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. તાળાબંધી બાદ હાલ વાવડી ગામમાં આંગણવાડી સંપૂર્ણ બંધ છે અને માસૂમ બાળકો ઘરે જ રહેવા મજબૂર બન્યા છે. અધિકારીઓ દબાણ કરવાને બદલે નવું બિલ્ડિંગ બનાવે વાવડી ગ્રામ પંચાયતના સરપંચ ભાવેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, "આંગણવાડીનું બિલ્ડિંગ ન હોવાના કારણે હાલ આંગણવાડી બંધ છે. તાળાબંધી અગાઉ થઈ હતી અને હાલ કોઈ બાળકો આંગણવાડીએ જતા નથી. સરકારી અધિકારીઓ આંગણવાડીના કર્મચારીઓ પર ગમે ત્યાં આંગણવાડી શરૂ કરવા માટે દબાણ કરી રહ્યા છે. તેના બદલે તંત્ર તાત્કાલિક નવી આંગણવાડીનું બિલ્ડિંગ મંજૂર કરી નિર્માણ કાર્ય શરૂ કરે તે જરૂરી છે."
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિ પૂર્વે વોર્ડ નંબર-10માં કમિશનરનું ચેકિંગ:આશાપુરા મંદિરની મુલાકાત લીધી
    Next Article
    સંજીવની:જામનગરમાં કરૂણા એમ્બ્યુલન્સને 9 વર્ષ પૂર્ણ, 69 હજારથી વધુ અબોલ જીવને સ્થળ પર સારવાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment