Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ પૂર્વે વોર્ડ નંબર-10માં કમિશનરનું ચેકિંગ:આશાપુરા મંદિરની મુલાકાત લીધી

    1 day ago

    જામનગર શહેરમાં પવિત્ર નવરાત્રી મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે જૂના કુંભારવાડા પાસે આવેલા પ્રસિદ્ધ આશાપુરા મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. નવરાત્રી દરમિયાન અહીં આવતા ભક્તોને ગંદકી કે દુર્ગંધનો સામનો ન કરવો પડે તે માટે જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. આજે વોર્ડ નં-10ના કોર્પોરેટર નિલેશ હાડા તથા સંજય દાઉદીયાએ મ્યુનિસિપલ કમિશનરને સાથે રાખીને વિસ્તારની સ્થળ મુલાકાત લીધી હતી. આ સરપ્રાઈઝ વિઝીટ દરમિયાન વિસ્તારમાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા તેમજ સફાઈ સંબંધિત અનેક પ્રશ્નો સામે આવ્યા હતા. સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને કમિશનરે સ્થળ પર જ હાજર સંબંધિત વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો અને નવરાત્રી પૂર્વે તમામ ગટર તથા સફાઈના પ્રશ્નોનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવા માટે કડક સૂચનાઓ આપી હતી. તંત્રની આ ત્વરિત કામગીરીથી સ્થાનિક રહીશો અને શ્રદ્ધાળુઓમાં રાહતની લાગણી જોવા મળી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા એએચપીની માંગ:અમરેલીમાં ગેરકાયદે દુકાનો, સ્પા, હોટેલ અને‎ ગેસ્ટહાઉસમાં ચેકિંગ કરવા કલેક્ટરને રજૂઆત‎
    Next Article
    તાળાબંધી:વાવડીમાં જર્જરીત આંગણવાડીને મહિલાઓએ તાળાં માર્યાં, બાળકોને ઘરે બેસાડવાનો નિર્ણય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment