Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ અને દિવાળીના તહેવારોમાં કાયદો-વ્યવસ્થા જાળવવા એએચપીની માંગ:અમરેલીમાં ગેરકાયદે દુકાનો, સ્પા, હોટેલ અને‎ ગેસ્ટહાઉસમાં ચેકિંગ કરવા કલેક્ટરને રજૂઆત‎

    1 day ago

    અમરેલીમાં નવરાત્રિ, દિવાળીના તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઊજવી શકાય તેમજ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ડૉ. જી.જે. ગજેરાએ અમરેલી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં અમરેલીના મુખ્ય માર્ગો, શાકમાર્કેટ અને બહારપરા સહિતના વિસ્તારોમાં ચાલતી પરવાનગી વિનાની ઈંડા, માંસ-મટનની દુકાનોની તપાસ કરી નિયમભંગ જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે. રાત્રિના સમયે સ્પા, હોટેલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ, નોંધણી રજિસ્ટરની તપાસ તથા પથિક સોફ્ટવેરમાં ગ્રાહકોની વિગતોની ઓનલાઈન નોંધણી થાય છે કે નહીં તેની ચકાસણી કરવા પણ રજૂઆત કરાઈ છે. તહેવારો દરમિયાન અવાવરું સ્થળોએ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખવા, મહિલાઓની સલામતી માટે તકેદારી રાખવા અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ પણ કરાઈ છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડૉ. ગજેરાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, અમરેલીના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા, આઈ.જી., અમરેલી એસ.પી. અને સિટી પોલીસને પણ રજૂઆતની નકલ મોકલી તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી માટે યોગ્ય પગલાં ભરવા માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વેપારીને મારી નાખવાની ધમકી, પુત્રને પણ ફોન કરીને ધમકાવ્યાની ફરિયાદ:હિંડોરણા ગામે પ્લોટમાંથી જેસીબી-ટ્રેક્ટર વડે માટી ભરી લીધી: રૂપિયા 40 હજારનું નુકસાન
    Next Article
    નવરાત્રિ પૂર્વે વોર્ડ નંબર-10માં કમિશનરનું ચેકિંગ:આશાપુરા મંદિરની મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment