Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંજીવની:જામનગરમાં કરૂણા એમ્બ્યુલન્સને 9 વર્ષ પૂર્ણ, 69 હજારથી વધુ અબોલ જીવને સ્થળ પર સારવાર

    1 day ago

    પશુ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરી રહેલી કરુણા એનિમલ એમ્બ્યુલન્સે પોતાની સેવાના 9 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. વર્ષ 2017થી શરૂ થયેલી આ સેવા દ્વારા જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 69,859 બીમાર અને ઈજાગ્રસ્ત પશુ-પક્ષીઓની ઘટનાસ્થળે જ સારવાર કરવામાં આવી છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ જામનગર શહેરમાં વર્ષના 365 દિવસ સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી સતત કાર્યરત રહીને મુંગા જીવોને નવજીવન આપી રહી છે. છેલ્લા એક વર્ષની કામગીરી પર નજર કરીએ તો, કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા કુલ 8,044 પશુ-પક્ષીઓની સ્થળ પર સારવાર કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ 5,776 કૂતરા, 1,085 ગાય, 838 બિલાડી અને 239 કબૂતરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખિસકોલી, ઊંટ, કાગડો અને પોપટ જેવા અન્ય 106 વિવિધ જીવોની પણ તાત્કાલિક સારવાર કરી તેમને ઉગારી લેવામાં આવ્યા હતા. બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોને ઘરઆંગણે જ પશુચિકિત્સા સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના પશુપાલન વિભાગ અને ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસના સંયુક્ત ઉપક્રમે ''''હરતું-ફરતું પશુ દવાખાનું'''' કાર્યરત કરવામાં આવ્યું છે. આ અંગે પ્રોગ્રામ મેનેજર ડૉ. મોહમ્મદ શોએબ ખાને માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2020થી શરૂ કરાયેલી આ યોજના હેઠળ હાલ જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 21 હરતા-ફરતા પશુ દવાખાના સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી સેવા આપી રહ્યા છે. આ હરતા-ફરતા પશુ દવાખાનાઓ દ્વારા અત્યાર સુધીમાં જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સફળતાપૂર્વક કુલ 4,07,927 પશુઓની સારવાર કરવામાં આવી છે. સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને પોતાના બીમાર પશુઓને દૂર સુધી લઈ જવાની હાલાકીમાંથી મુક્તિ અપાવી, તેમના ઘરઆંગણે જ સમયસર અને નિઃશુલ્ક પશુ સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. આમ, શહેર અને ગ્રામ્ય બંને ક્ષેત્રોમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને હરતા-ફરતા પશુ દવાખાના પશુઓની સુરક્ષા અને સંભાળ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. જામનગર જિલ્લામાં 4.77 લાખથી વધુ પશુ પક્ષીની સારવાર જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 4.77 લાખથી વધુ પશુ પક્ષીઓની સારવાર કરાઇ છે.જેમાં શહેરમાં 69,859 અને ગ્રામ્યમાં 4,07,927 પશુ-પક્ષીઓનો સમાવેશ થતો હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.
    Click here to Read More
    Previous Article
    તાળાબંધી:વાવડીમાં જર્જરીત આંગણવાડીને મહિલાઓએ તાળાં માર્યાં, બાળકોને ઘરે બેસાડવાનો નિર્ણય
    Next Article
    કાલથી નવરાત્રિનો પ્રારંભ:જૂનાગઢમાં 11 રાસોત્સવ : 100 ગરબીઓને પણ લાઉડ સ્પીકરની મંજૂરી, પોલીસે નંબર જાહેર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment