Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલથી નવરાત્રિનો પ્રારંભ:જૂનાગઢમાં 11 રાસોત્સવ : 100 ગરબીઓને પણ લાઉડ સ્પીકરની મંજૂરી, પોલીસે નંબર જાહેર કર્યા

    1 day ago

    જૂનાગઢ શહેરમાં પ્રાચીન ગરબીઓની પરંપરા સાથે હવે અર્વાચીન રાસોત્સવનું મહત્વ પણ ઉત્તરોત્તર વધી રહ્યું છે. આ વર્ષે નવરાત્રિ પર્વને ધામધૂમથી ઉજવવા માટે આયોજકો દ્વારા તંત્ર પાસે મંજૂરી મેળવવાની કામગીરી માટે તંત્રમાં અરજીઓ કરી હતી જે અનુવયે એસડીએમ કચેરી દ્વારા શુક્રવાર સુધીમાં 11 અર્વાચીન રસોત્સવને મંજુરી મળી હતી જોકે શનિવારે રજાનો દિવસ હોવા છતાં બપોરે 12 વગ્યા સુધી એસડીએમ કચેરીમાં જે આયોજકોને પરવાનગી મેળવવાની બાકી રહી હોય તેને એસડીએમ દ્વારા મજુરી આપવામાં આવશે. આ સિવાય સુરક્ષાના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં 19 આયોજનોને ફાયર NOC પણ ઇશ્યૂ કરી દેવામાં આવી છે. ​બીજી તરફ, મામલતદાર કચેરી ખાતેથી 100 જેટલી શેરી ગરબા અને પ્રાચીન ગરબીઓને લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવી છે. મામલતદાર કચેરીએ કુલ 117 લાઉડ સ્પીકર માટે અરજી કરી હતી, જે તમામ સ્વીકારી લેવામાં આવી છે. તંત્ર દ્વારા જરૂરી પરવાનગીઓ મળતાં જ શહેરમાં ગરબા રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શુક્રવારની રાત સુધીમાં‎ આટલાને મંજૂરી મળી‎ આજે પણ બપોર સુધી અરજી લેવાશે રવિવારે નવરાત્રિ શરૂ થનાર છે. જેની મંજૂરી માટેની અરજીઓ આવી છે. શુક્રવારે જેટલી અરજી મળી તેની ચકાસણી કરીને મંજૂરી આપી છે. ઉપરાંત જે પણ ગરબા આયોજકો અરજી ફોર્મ લઇ ગયા છે તે શનિવારની રજા છે પરંતુ જો કોઇને પણ મંજૂરી લેવાની બાકી હોય તો તે શનિવારે બપોર સુધીમાં કચેરીએ અરજી આપી આયોજકો મંજૂરી મેળવી શકશે. > વૃશાલી કાંબલે, એસડીએમ- જૂનાગઢ ઝુમ્મરવાળી બંગડી, ટ્રેન્ડી ચશ્માનું‎ આકર્ષણ : રૂા.10થી 100ના ટેટુ‎ નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢના બજારોમાં ગરબાની સાથે ફેશનનો રંગ પણ જમવા લાગ્યો છે. યુવક-યુવતીઓમાં આ વખતે માત્ર ચણિયા-ચોળી કે પરંપરાગત કેડિયાની જ ખરીદી નહીં, પરંતુ ગરબા લુકને વધુ આકર્ષક બનાવતી જ્વેલરી, ચશ્મા અને ટેટૂની પણ ખાસ માંગ જોવા મળી રહી છે. નવરાત્રીમાં ખાસ કરીને જુમરવાળી બંગડી યુવા વર્ગનું ધ્યાન ખેંચી રહી છે. હાથમાં પહેર્યા બાદ ગરબા દરમિયાન ઝૂમતી આ બંગડી પરંપરાગત લુક સાથે અલગ ફેશન આકર્ષણ ઊભું કરી રહી છે. તેની સાથે વિવિધ ડિઝાઇન અને આકર્ષક આકારવાળા ટ્રેન્ડી ચશ્મા પણ યુવાનોમાં પસંદગી બની રહ્યા છે. વેપારીઓએ જણાવ્યુ કે, નવરાત્રીને ધ્યાનમાં રાખીને જુમરવાળી બંગડીની માંગ વધી છે. સાથે જ રૂ.10થી રૂ.100 સુધીના ટેટૂમાં પણ યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાથ, ગળા સહિત શરીરના વિવિધ ભાગો પર લગાવી શકાય તેવા ટેટૂની અનેક ડિઝાઇન બજારમાં ઉપલબ્ધ થઈ છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરમાં થતા અર્વાચિન રાસોત્સવમાં ગરબા રમીને શ્રેષ્ઠ રેંક મેળવવા માટે યુવક-યુવતિઓ અવનવા કેડીયા, ચણીયા ચોલી સહિતના એડવાન્સ બુકીંગ પણ કરાવી રહ્યા છે. જેમાં એકીસાથે નવે-નવ નોરતાના પણ પેકેજ જાહેર થયા છે.
    Click here to Read More
    Previous Article
    સંજીવની:જામનગરમાં કરૂણા એમ્બ્યુલન્સને 9 વર્ષ પૂર્ણ, 69 હજારથી વધુ અબોલ જીવને સ્થળ પર સારવાર
    Next Article
    Drishyam 3 Box Office Collection Day 8: Ajay Devgn Film Crosses Rs 400

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment