Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા સુરક્ષાને અગ્રતા:વલસાડ સંસદીય ક્ષેત્રના રેલ પ્રશ્ને લોકસભા વ્હીપ -સાંસદની પશ્ચિમ રેલવે સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત

    1 day ago

    વલસાડ સંસદીય મતવિસ્તારના સાંસદ તેમજ લોકસભા વ્હીપ ધવલભાઈ પટેલે વિસ્તારના રેલ મુસાફરો, દૈનિક અપડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને ઔદ્યોગિક એકમોની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશથી પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ (ચર્ચગેટ) સમક્ષ મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે વિસ્તૃત અને સચોટ રજૂઆત કરી છે. આ બેઠક દરમિયાન સાંસદ ધવલભાઈએ વિસ્તારના પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપતા નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર તાકીદે હકારાત્મક નિર્ણય લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. સાંસદ ધવલ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, પશ્ચિમ રેલવે દ્વારા આ તમામ પ્રજાલક્ષી માંગણીઓ પર ઝડપથી હકારાત્મક નિર્ણય લેવામાં આવશે. જેનાથી સમગ્ર જિલ્લાના લાખો દૈનિક મુસાફરો, વિદ્યાર્થીઓ, ઉદ્યોગ જગત અને આમ જનતાને બહુ મોટો ફાયદો થશે. નવી ટ્રેનો- લોકલ સેવાઓનો વિસ્તાર વલસાડ–પનવેલ નવી ટ્રેન, નવી મુંબઈ અને થાણે તરફ જતા મુસાફરોને મુંબઈ કે દાદર ખાતે ટ્રેન બદલવાની હાલાકીમાંથી મુક્તિ અપાવવા માટે વલસાડથી સીધી પનવેલ સુધી નવી ટ્રેન શરૂ કરવી, દહાણુ–મુંબઈ લોકલ વાપી સુધી લંબાવવી: ઉમરગામથી વાપી હજારથી વધુ ઉદ્યોગોમાં કામ કરતા હજારો શ્રમિકો અને કર્મચારીઓની સરળ અવરજવર માટે આ લોકલ ટ્રેન વાપી સુધી દોડાવવી. વલસાડથી ભુજ, ઉત્તર ગુજરાત તેમજ રાજસ્થાન તરફ જતી નવી ટ્રેનો શરૂ કરવા રજૂઆત કરી હતી. સ્ટેશનો પર સુવિધા વધારો તમામ ટ્રેનોમાં વિશેષ મહિલા કોચ જોડવા પર ખાસ ભાર મૂકાયો, લિફ્ટ અને સુવિધાઓ: ઉમરગામ અને ભીલાડ સ્ટેશને દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકોની સરળતા માટે પ્લેટફોર્મ પર લિફ્ટ મુકવી, ભીલાડ સ્ટેશન: પ્લેટફોર્મ નં. 1 ની લંબાઈ વધારવી, પ્લેટફોર્મ નં. 2 પર ઉત્તર તરફ શેડનો વિસ્તાર કરવો તેમજ ફૂટ અંડરપાસ બનાવવો, વલસાડ સ્ટેશન: વલસાડને ‘અમૃત સ્ટેશન’ તરીકે વિકસાવવું, પ્લેટફોર્મ નં. 2 પર શેડ વધારવો. ઓવરબ્રિજ (ROB) અને અંડરપાસનું નિર્માણ વલસાડમાં ૩ ઓવરબ્રિજ: ટ્રાફિકની ગંભીર સમસ્યા નિવારવા છીપવાડ, મોગરાવાડી અને ગુંદલાવ ખાતે અગ્રતાના ધોરણે રેલવે ઓવરબ્રિજ (ROB) મંજૂર કરવા રજુઆત કરી હતી. ડુંગરી અને ઉદવાડામાં અંડરપાસ: સ્થાનિક રહીશો અને ચાલકોની સલામત અવરજવર માટે અંડરપાસ બનાવવાની માંગ, દાહેલી ફાટક: ભીલાડ નજીક દાહેલી અંડરપાસમાં ચોમાસા દરમિયાન ભરાતા પાણીના કાયમી નિકાલ માટે યોગ્ય પ્લાનિંગ સાથે ડ્રેનેજ વ્યવસ્થા કરવી.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ:વલસાડની આત્મવિશ્વાસ વિદ્યાલય બની રહી છે માનસિક રોગીઓ માટે જીંદગીની દિવાદાંડી
    Next Article
    નર્મદા ડેમની સપાટી 138.54 મીટર‎પર સ્થિર:અલ નીનોની અસર વચ્ચે જળાશયમાં 1.1 મિલિયન એકર ફૂટ પાણીની ઘટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment