Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા ડેમની સપાટી 138.54 મીટર‎પર સ્થિર:અલ નીનોની અસર વચ્ચે જળાશયમાં 1.1 મિલિયન એકર ફૂટ પાણીની ઘટ

    1 day ago

    ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 138.54 થી 138.58 મીટરની વચ્ચે સ્થિર રહે છે. શુક્રવારે સાંજના સમયે ડેમની સપાટી 138.54 મીટર નોંધાઈ હતી. ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતાં આરબીપીએચ અને સીએચપીએચના ટર્બાઇન ચલાવી વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેમજ મુખ્ય કેનાલમાં પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ હાલમાં 99.52% પાણીથી ભરાઈ ગયો છે. ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની સતત આવકને પગલે ડેમની સપાટીમાં વધઘટ જોવા મળી રહી છે. ચાલુ વર્ષે અલ નીનોની અસરના કારણે ડેમમાં 1.1 મિલિયન એકર ફૂટ પાણી ઓછું આવ્યું છે. ડેમમાં હાલમાં 25,198.00 ક્યુસેક પાણીની સરેરાશ આવક થઈ રહી છે. સરદાર સરોવર ડેમની કુલ ડિઝાઇન ગ્રોસ સ્ટોરેજ ક્ષમતા 9460.00 એમસીએમ છે. તેની સામે હાલમાં ડેમમાં 9414.91 એમસીએમ પાણીનો લાઇવ જથ્થો સંગ્રહિત થઈ ચૂક્યો છે. હાલમાં સીએચપીએચના ટર્બાઇન ચલાવવા માટે 15 હજાર ક્યુસેક પાણીનો વપરાશ થઈ રહ્યો છે. જ્યારે રિવરબેડ પાવરહાઉસમાં 6 હજાર ક્યુસેક પાણીનો વપરાશ કરાઈ રહ્યો છે. ગયા વર્ષે સમાન દિવસે ડેમમાં આટલો જથ્થો ન હોતો. આ વર્ષે ઉપરવાસના ભારે વરસાદને કારણે ડેમ સંપૂર્ણ ભરાઈ રહ્યો છે. તેથી આગામી ઉનાળામાં ગુજરાતમાં પીવાના અને સિંચાઈના પાણીની કોઈ તંગી નહીં રહે તે સ્પષ્ટ થઈ ગયું છે. નર્મદા ડેમના જળાશયમાં 1.1 મિલિયન એકર ફૂટ પાણી ઓછું આવ્યું હોવાના કારણે લોકોને પાણીનો કરકસરથી ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહિલા સુરક્ષાને અગ્રતા:વલસાડ સંસદીય ક્ષેત્રના રેલ પ્રશ્ને લોકસભા વ્હીપ -સાંસદની પશ્ચિમ રેલવે સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત
    Next Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:રેશનીંગમાં મફતમાં મળતા ઘઉં, ચોખા 20 રૂપિયે કિલો ખરીદી‎ અનાજ માફિયાઓ રૂા. 35 થી 40ના ભાવે બજારમાં પધરાવે છે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment