Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:રેશનીંગમાં મફતમાં મળતા ઘઉં, ચોખા 20 રૂપિયે કિલો ખરીદી‎ અનાજ માફિયાઓ રૂા. 35 થી 40ના ભાવે બજારમાં પધરાવે છે‎

    1 day ago

    સરકાર રેશનીંગની દૂકાનો મારફત જરૂરીયાત મંદ લોકોને અનાજનો જથ્થો તો પુરો પાડે છે. પરંતુ મોટાભાગના લોકો આ અનાજ લઈ બારોબાર સસ્તા ભાવે વેચી નાખે છે. અમરેલી પંથકના ગામડાઓમાં તંત્રના નાક નીચે જ અનાજ માફીયાઓ સસ્તા ભાવે આ અનાજ પડાવી બાદમાં લોકોને જ ઉંચા ભાવે વેચી રહ્યા છે. અમરેલી તાલુકાનું રાજસ્થળી, ચાંદગઢ, સોનારીયા, મોટા ગોખરવાળા, લાપાળીયા ગામ હોય કે લીલીયા તાલુકાનું આંબા હોય કે પછી સાવરકુંડલા તાલુકાનું જીરા ગામ હોય સરકાર દ્વારા મહિનાની શરૂઆતમાં દૂકાનદારોને રેશનીંગનો જથ્થો ફાળવવામાં આવે તે સાથે જ અનાજ માફીયાઓની રીક્ષાઓ આખો દિવસ આ ગામડાઓમાં ફરવા લાગે છે. તંત્રની રહેમ નજર હેઠળ જ રીક્ષા ચાલકો રેશનીંગની દૂકાન સામે જ ઉભા રહે છે અને જે લોકો દૂકાનમાંથી ઘઉં, ચોખ્ખાનો જથ્થો લઈને નિકળે તેની પાસેથી જ સીધો 20 રૂપિયે કિલ્લોના ભાવે ખરીદી લે છે. આખી રીક્ષા ભરાય જાય એટલે બપોરના સમયે અનાજનો જથ્થો અમરેલી યાર્ડમાં નિશ્ચિત વેપારીઓને પહોંચાડી દેવામાં આવે છે. આ વેપારીઓ તેનો પાલો કરી સારા ઘઉં, ચોખ્ખા સાથે મેળવી બાદમાં ઉંચા ભાવે લોકોને જ પધરાવે છે. આ પ્રકારનું નેટવર્ક આખા જિલ્લામાં ચાલે છે. કેટલાક સ્થળે ગોડાઉનમાં માલ ભરવામાં આવે છે અને બાદમાં આસપાસના જિલ્લામાં પણ માલ પહોંચાડાય છે. તંત્ર ક્યારેક નામ માત્રની કાર્યવાહી કરે છે. અગાઉ અમરેલીમાં બાયપાસ પરથી એક ગોડાઉનમાંથી અનાજનો મોટો જથ્થો ઝડપાયો હતો. ક્યારેક વડીયા પંથકમાં છૂટી છવાઈ કાર્યવાહી થાય છે. જિલ્લાના બાકીના વિસ્તારમાં ખુદ સરકારી બાબુઓ જ આખ આડા કાન કરી રહ્યા છે. અમરેલી માર્કેટીંગ યાર્ડમાં બપોરના અનાજ સમયે આવે છે અમરેલી માર્કેટીંગ યાર્ડમાં મોટાભાગનું હરરાજી માટેનું અનાજ રાત્રે અને વહેલી સવારે આવી જાય છે. જ્યારે રેશનીંગનું 2 નંબરનું અનાજ બપોરના સમયે વેપારીઓ પાસે લાવવામાં આવે છે. હરરાજી વગર તે સીધું વેપારી પાસે પહોંચી જાય છે અને યાર્ડને શેષનું નુકશાન પણ થાય છે. ચોખાના બાચકા ખાનગી બસોમાં સૂરત પહોંચે છે‎ ઘઉંનો જથ્થો તો લોકલ‎ લેવલે જ ઉપયોગમાં ‎લઈ લેવાઈ છે. પરંતુ‎ કેટલાક તત્વો ચોખાના ‎બાચકાઓ દરરોજ ‎અમરેલીથી સુરત જતી ‎ખાનગી બસોમાં ‎મોકલાઇ રહ્યા છે.‎ આમ આ નેટવર્ક સૂરત ‎સુધી લંબાયેલું છે.‎ અમે 50 રૂપિયાના ભાવ ફેરથી અનાજ વેચી નાખીએ છીએ: રિક્ષા ચાલક રાજસ્થળીમાં અનાજની ફેરી કરતા એક રીક્ષા ચાલકે જણાવ્યું હતું કે અમારી 5 રીક્ષા આસપાસના ગામોમાં ફરે છે. ઘઉં અને ચોખા ખરીદ્યા બાદ 50 રૂપિયાના ભાવ ફેરથી અમે લોકોને જ અનાજ વેચી દઈએ છે. ઘઉંનો જથ્થો તો લોકલ લેવલે જ ઉપયોગમાં લઈ લેવાઈ છે. પરંતુ કેટલાક તત્વો ચોખાના બાચકાઓ દરરોજ અમરેલીથી સુરત જતી ખાનગી બસોમાં મોકલાઇ રહ્યા છે. આમ આ નેટવર્ક સૂરત સુધી લંબાયેલું છે. આંબામાં એક ઘરમાં અનાજનો સંગ્રહ થઈ રહ્યો છે‎ મોટાભાગના ગામડાઓમાં રીક્ષા ચાલકો જ અનાજ ઉઘરાવીને જે તે દિવસે‎ ગોડાઉન અને વેપારીઓ સુધી પહોંચાડે છે. પરંતુ આંબા ગામમાં એક ઘરમાં ‎સંગ્રહ થઈ રહ્યો છે. ગામ લોકો ત્યા આવી અનાજ આપી જાય છે અને મોટો‎ જથ્થો ભેગો થાય છે ત્યારે વાહન આવીને લઈ જાય છે.‎
    Click here to Read More
    Previous Article
    નર્મદા ડેમની સપાટી 138.54 મીટર‎પર સ્થિર:અલ નીનોની અસર વચ્ચે જળાશયમાં 1.1 મિલિયન એકર ફૂટ પાણીની ઘટ
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:સાવજો વચ્ચે ખુંખાર લડાઈ| રાજસ્થળી, અંટાળીયામાં ઈનફાઈટમાં 2 સિંહ ઘાયલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment