Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:સાવજો વચ્ચે ખુંખાર લડાઈ| રાજસ્થળી, અંટાળીયામાં ઈનફાઈટમાં 2 સિંહ ઘાયલ

    1 day ago

    સાવજો વચ્ચે પોતાની ટેરિટરીને લઈને અવારનવાર ખુંખાર લડાઈ થતી હોય છે. છેલ્લા બે દિવસ દરમિયાન લીલીયાના અંટાળીયા પંથકમાં અને અમરેલીના રાજસ્થળી પંથકમાં થયેલી આવી ખુંખાર લડાઈમાં બે સાવજો ઘાયલ થયા છે. જેના પર હાલ વનતંત્ર નજર રાખી રહ્યું છે. બૃહદગીરમાં આવતા ક્રાંકચ પંથકના સાવજો વચ્ચે અવારનવાર લડાઈ થતી રહે છે. હાલમાં ક્રાંકચ પ્રાઈડમાં સાવજોની સંખ્યા સૌથી વધુ છે. અન્ય વિસ્તારમાંથી આવતા સાવજો સાથે લડાઈ થવા ઉપરાંત અંદરો અંદર પણ આ સાવજો વચ્ચે ફાઈટ અવારનવાર થતી રહે છે. લીલીયાના અંટાળીયા નજીક બે સાવજ વચ્ચે આવી ખુંખાર લડાઈ થતા આશરે 5 વર્ષની ઉંમરનો એક સિંહ ઘાયલ થયો હતો. જેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આવી જ એક અન્ય ઘટના અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે બની હતી. જ્યા બે સાવજ વચ્ચેની લડાઈમાં આશરે 7 વર્ષની ઉંમરનો એક સિંહ પુછડાના ભાગે ઘાયલ થયો હતો. વન વિભાગે તેને પકડીને સારવાર પણ કરી હતી. હાલમાં બંને સાવજ પર વન વિભાગ નજર રાખી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:રેશનીંગમાં મફતમાં મળતા ઘઉં, ચોખા 20 રૂપિયે કિલો ખરીદી‎ અનાજ માફિયાઓ રૂા. 35 થી 40ના ભાવે બજારમાં પધરાવે છે‎
    Next Article
    અમરેલી આરટીઓની બાકીદારોને તાકીદ:બાકી મોટર વાહન વેરો 7 દિવસમાં ભરો, નહીં તો વાહન બ્લેકલિસ્ટ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment