Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ:વલસાડની આત્મવિશ્વાસ વિદ્યાલય બની રહી છે માનસિક રોગીઓ માટે જીંદગીની દિવાદાંડી

    1 day ago

    તણાવગ્રસ્ત જીવન અને અંધશ્રદ્ધા વચ્ચે વલસાડ સ્થિત 'આત્મવિશ્વાસ વિદ્યાલય' ગંભીર માનસિક બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે આદર્શ આશ્રયસ્થાન બન્યું છે. વર્ષ 2006થી વાંકી નદીના પ્રાકૃતિક કિનારે કાર્યરત આ થેરાપ્યુટિક કમ્યુનિટી સંસ્થાની સ્થાપના અબ્રામાના બિપિન મલિયાએ પુત્રીની બીમારી અને બેંગલુરુના થેરાપ્યુટિક પ્રોગ્રામમાંથી પ્રેરણા મેળવીને કરી હતી. અહીં ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા, બાયપોલર ડિસઓર્ડર અને OCD જેવી ગંભીર બીમારીઓની નિષ્ણાતો દ્વારા સારવાર કરાય છે. સંસ્થા સાથે શરૂઆતથી જોડાયેલા MD સાઇકિયાટ્રિસ્ટ ડૉ. મહેશ પરીખ માનસિક સ્થિતિને ત્રણ ભાગમાં વહેંચે છે:ડિસ્ટર્બન્સ, ડિસઓર્ડર અને ડિસીઝ, દર્દીઓ માટે દવાઓ સાથે કોગ્નિટિવ બિહેવિયરલ થેરાપી, આર્ટ-મ્યુઝિક થેરાપી, યોગ અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવે છે. 48 પથારીની સુવિધા સાથે 4 થી 18 મહિના માટે 'શોર્ટ-સ્ટે હોમ' અને લાંબા ગાળા માટે લોંગ-સ્ટે હોમ. જરૂરિયાતમંદોને ફીમાં રાહત અને અત્યંત ગરીબોને વિનામૂલ્યે સારવાર. વલસાડના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં સ્વયંસેવકો દ્વારા માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અને પ્રાથમિક સારવાર પૂરી પડાય છે. ડૉ. મહેશ પરીખ, વલસાડ મને હસતા પણ સંસ્થાએ શીખવ્યું મારી માનસિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. મને ખૂબ ગુસ્સો આવતો, હું હાઇપર થઈ જતી અને આત્મહત્યાના પ્રયાસો પણ કરતી. ગુજરાતમાં અનેક જગ્યાઓ જોયા બાદ તેમના પિતાએ વલસાડની આ સંસ્થા પસંદ કરી. અહીંનું વાતાવરણ પારિવારિક છે. મને હસતા નહોતું આવડતું, પણ અહીંના પારિવારિક વાતાવરણ, સારવાર, સ્ટાફ અને વિવિધ રમતોએ મને હસતા શીખવ્યું. અહીં કોઈપણ એબનોર્મલ વ્યક્તિ નોર્મલ થઈ જાય છે. > સવિતા અગ્રવાલ, સ્કિઝોફ્રેનિક દર્દી અહીં વાંક કાચની નબળાઈનો સાઈકિયાટ્રિક ડો.પરીખના તારણ મુજબ જો કાચ પર પથ્થર મારીએ તો તે તૂટી જાય છે, પણ દીવાલ પર મારીએ તો નથી તૂટતી. અહીં વાંક પથ્થરનો નથી, પણ કાચની નબળાઈનો છે. તેવી જ રીતે મનની નબળાઈના કારણે વ્યક્તિ ભાંગી પડે છે." આ નબળાઈને સાયકોથેરાપી (મનોચિકિત્સા) દ્વારા દૂર કરી મનને સ્વસ્થ બનાવાય છે. જ્યારે ત્રીજા તબક્કામાં નસોમાં કેમિકલના અસંતુલન (ડિસીઝ)ને કારણે થતી સમસ્યાઓ માટે દવાઓ અનિવાર્ય બને છે. સૌથી મોટી જરૂર છે જાગૃત થવાની વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસે સમાજને સંદેશ છે કે, સૌથી મોટી જરૂરિયાત છે જાગૃત થવાની અને બીમારી વિશે જાણકારી મેળવવાની. જો લોકો અવેર થશે અને ઉપલબ્ધ સારવારનો યોગ્ય ઉપયોગ કરશે, તો માનસિક સ્વસ્થતા ચોક્કસ મેળવી શકાશે. આ વિદ્યાલય ખરા અર્થમાં નવજીવનનો પર્યાય બની ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    પ્રમુખ, પુરુષ અને મહિલા કાર્યકરોને ડિટેઇન કરી પોલીસ ઉંચકી ગઇ‎:વલસાડમાં કોંગ્રેસની રેલીને રોડ પર રોકતાં પોલીસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ
    Next Article
    મહિલા સુરક્ષાને અગ્રતા:વલસાડ સંસદીય ક્ષેત્રના રેલ પ્રશ્ને લોકસભા વ્હીપ -સાંસદની પશ્ચિમ રેલવે સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment