Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવા કેમ્પના સંચાલકોને જરૂરી સુચનાઓ આપી:લખપત તાલુકાના માર્ગો પર વિવિધ સેવા કેમ્પની મામલતદારે મુલાકાત લીધી

    11 hours ago

    માતાનામઢમાં નવરાત્રિ પર્વને લઈને મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવી રહ્યા છે તેમની સેવા માટે ઠેક ઠેકાણે સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. લખપત તાલુકા મામલતદાર તેમજ તેમની ટીમ દ્વારા આ કેમ્પોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તાલુકા મામલતદાર નવીનચંદ્ર મારુ, નાયબ મામલતદાર રામજીભાઈ બુકોલીયા સહિતની ટીમ દ્વારા કેમ્પો પર સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા, ઈમરજન્સીના કિસ્સાઓ માટે સ્થળ પર ફર્સ્ટ એઇડ કીટ રાખવા, સ્ત્રી પુરૂષો માટે અલગ ટોયલેટ ઉભા કરવા, સીસીટીવી કેમેરોની ઉપલબ્ધિ, સ્વાસ્થ્યપ્રદ ભોજન, ચા-નાસ્તો, પાર્કિંગ વ્યવસ્થા વગેરેની તપાસ કરી ખૂટતી કડીઓ માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા . મેળા દરમ્યાન કોઈ વહીવટી પ્રશ્નો ઉભા ન થાય અને પદયાત્રીઓને મતાનામઢ ખાતે કોઈ અગવડ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર તથા મદદનીશ કલેક્ટર નખત્રાણાના માર્ગદર્શન હેઠળ મામલતદાર અને તેમની ટીમ સતત મોનિટરીંગ અને વ્યવસ્થા જાળવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યના મહેસુલી કર્મચારીઓ હડતાળ પર હોવા છતાં લખપતની મામલતદાર કચેરીના કર્મચારીઓ આશાપુરાના દર્શનાર્થે આવતા પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે હડતાળ પર હોવા છતાં માતાનામઢ ખાતે વ્યવસ્થા સંભાળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરાઇ:રાપરમાં પાર્કિંગ અને દબાણ દૂર કરવા ડિમાર્કેશન ઝુંબેશ
    Next Article
    કચરો હંમેશા કચરાપેટીમાં નાખવા અપીલ:અંજાર ST ડેપોમાં કંડક્ટરે ‘કચરાનો પોશાક’ પહેરી મુસાફરોને ચોંકાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment