Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત નાસીરનગર ડિમોલિશન કેસ:મ્યુનિ.કમિશનર અને સ્ટે.કમિટીના ચેરમેનને હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થવા હુકમ, અસરગ્રસ્તોને મકાન આપવામાં પીછે હઠ

    7 hours ago

    મે મહિનામાં નાસીરનગર વિસ્તારમાં કથિત ગેરકાયદેસર ડિમોલિશન ડ્રાઇવમાં ઘર ગુમાવનારા લોકોને આવાસ આપવાના મુદ્દે સુરત મહાનગરપાલિકાના બદલાયેલા વલણ વિશે જાણવા માટે ગુજરાત હાઈકોર્ટે આજે સુરત મ્યુનિસિપલ કમિશનર અને તેની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને 23 ઓક્ટોબરે કોર્ટ સમક્ષ હાજર થવા હુકમ કર્યો છે. અસરગ્રસ્ત પરિવારો દ્વારા કરાયેલી અરજી પરની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે જણાવ્યું હતું કે આગામી વખતે આપણે મ્યુનિસિપલ કમિશનરને અહીં બોલાવીએ. આપણે એ પણ જાણીએ કે તેમનું શું વલણ છે. અસરગ્રસ્ત પરિવારો આટલા મહિનાઓથી એક હોલમાં રહે છે, તેથી કમિશનરને અહીં આવવા દો. તેઓ હાઈકોર્ટમાં બેસી શકે છે. એમાં કઈ મોટી વાત છે. ‘SMC પોતાનો આર્થિક બોજ કેન્દ્ર સરકારની યોજના પર નાખી શકે નહીં’ SMCએ 28 પીડિત પરિવારોને JNNURM(જવાહર લાલ નહેરુ નેશનલ અર્બન રિન્યૂઅલ મિશન) યોજના હેઠળ મકાનો ઓફર કર્યા હતા અને વધારાની રકમ ચૂકવવા જણાવ્યું હતું. પરંતુ પરિવારોએ આ મકાનો સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. હાઈકોર્ટે ટીપ્પણી કરી હતી કે SMC પોતાનો આર્થિક બોજ કેન્દ્ર સરકારની યોજના પર નાખી શકે નહીં. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે SMC પોતે જ આવાસ આપવા સંમત થયું હતું, તો પછી તે આ પીડિત પરિવારોને આવી યોજના હેઠળ આવાસ કેમ આપવા માંગે છે? ‘પોતાના વચનમાંથી ફરી જવાનું શું કારણ હતું?’ હાઈકોર્ટે કહ્યું હતું કે તે SMCના વલણમાં આવેલા આ ફેરફારનું કારણ પણ જાણવા માંગે છે. પોતાના વચનમાંથી ફરી જવાનું શું કારણ હતું? કમિશ્નરે નિર્ણય લેવો પડશે. તેઓ કોર્પોરેશનની એડમિનિસ્ટ્રેટીવ પાંખના વડા છે. કોર્ટે વધુમાં ઉમેર્યું હતું કેજો કોર્પોરેશન પીછેહઠ કરી રહ્યું હશે, તો કોર્ટ તેમને તેમ કરવા દેશે નહીં. કોર્પોરેશન એડવોકેટ જનરલ મારફતે સંમત થયું હતું કે ડિમોલિશનથી અસરગ્રસ્તોને આવાસ આપવામાં આવશે. દરમિયાન, પીડિત પરિવારોએ એક એફિડેવિટ દાખલ કરીને જણાવ્યું હતું કે આવાસના બદલામાં તેઓ 10 લાખનું વળતર સ્વીકારવા તૈયાર છે. કોર્ટે જણાવ્યું હતું કે SMC એક સમૃદ્ધ સંસ્થા છે અને તે વળતર ચૂકવી શકે છે તથા ગેરકાયદેસર ડિમોલિશન માટે જવાબદાર અધિકારીઓ પાસેથી તેની વસૂલાત કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    કતારગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં:અંબિકાનગરની અક્ષર કરિયાણા સ્ટોરમાંથી એક્સપાયરી ડેટનો અખાદ્ય જથ્થો ઝડપાયો, આરોગ્ય વિભાગે માલનો નાશ કરી 1500નો દંડ ફટકાર્યો
    Next Article
    મુસાફરોને પ્લેટફોર્મ વચ્ચે અવરજવરમાં ભીડમાંથી મુક્તિ મળશે:સુરેન્દ્રનગર સ્ટેશનમાં ઓવરબ્રીજનાં ગર્ડર લોન્ચિંગની કામગીરી પૂર્ણ; મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાલે રાજકોટમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment