Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરોને પ્લેટફોર્મ વચ્ચે અવરજવરમાં ભીડમાંથી મુક્તિ મળશે:સુરેન્દ્રનગર સ્ટેશનમાં ઓવરબ્રીજનાં ગર્ડર લોન્ચિંગની કામગીરી પૂર્ણ; મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાલે રાજકોટમાં

    8 hours ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ઉપર અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત નિર્માણાધીન 12 મીટર પહોળા ફૂટ ઓવર બ્રિજના ગર્ડર લોન્ચિંગ માટેની કામગીરી 2થી 8 ઓક્ટોબર દરમિયાન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ પડકારજનક કાર્ય નિર્ધારિત સમય કરતાં પણ વહેલું સંપન્ન કરવામાં આવ્યું છે. સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર આ કામગીરી માટે 350 મેટ્રિક ટનની બે ક્રેન, 3 હાઈડ્રા મશીનો, 5 વેલ્ડર, 6 ગેસ કટર, 60 કુશળ શ્રમિકો અને 4 સુપરવાઇઝરો તૈનાત કરવામાં આવ્યા હતા. સલામતીના તમામ માપદંડો સાથે કામ પૂર્ણ કરાયું ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, ટ્રેનોના સંચાલનમાં ઓછામાં ઓછો વિક્ષેપ પડે તે રીતે સલામતીના તમામ માપદંડો સાથે આ કામ પૂર્ણ કરાયું છે. મુસાફરોની સુરક્ષા અને સુવિધા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આ 12 મીટર પહોળો નવો બ્રિજ ટ્રેનોના આગમન - પ્રસ્થાન સમયે, તહેવારો દરમિયાન તથા મુસાફરોની ભારે અવરજવર વખતે પ્લેટફોર્મ વચ્ચેની હિલચાલને અત્યંત સુગમ બનાવશે. તેની વિશાળ ક્ષમતાને કારણે સીડીઓ અને પ્લેટફોર્મ પરની ભીડ ઘટી જશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. સીએમ ભુપેન્દ્ર પટેલ કાલે રાજકોટમાં સીએમ ભુપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. ગ્રામ હાટના લોકાર્પણ તથા સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત જેવા બે કાર્યક્રમોમાં હાજરી આપશે. વહિવટીતંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. શહેરના રેસકોર્ષ ખાતે ગ્રામ વિકાસ વિભાગ હેઠળ સખી મંડળો દ્વારા સંચાલિત રાજ્યના 136 ગ્રામ હાટનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લોકાર્પણ કરશે, અને મહિલાલક્ષી વિવિધ યોજનાઓનો પ્રારંભ કરાવશે. મુખ્યમંત્રી સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેશે આ રેસકોર્ષના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી જામનગર રોડ પડધરી નજીક સદભાવના વૃદ્ધાશ્રમની મુલાકાતે જનાર છે. મુખ્યમંત્રીના કાર્યક્રમને ધ્યાને રાખીને વહિવટીતંત્ર દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે બેઠક વ્યવસ્થા, ટ્રાફિક, પાર્કિંગ, સુરક્ષા, પીવાનું પાણી, સ્વચ્છતા સહિતની વ્યવસ્થા-સુવિધાની કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. અને કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા તથા કલેક્ટર ડો. ઓમપ્રકાશ વગેરે દ્વારા રુબરુ સ્થળ નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પડતર પ્રશ્નો ઉકેલવા દસ્તાવેજ નોંધણીના કર્મચારીઓ બીજા નોરતાથી આંદોલનનાં મંડાણ કરશે રાજ્યમાં મહેસૂલી અને DILRના કર્મચારીઓ બાદ હવે દસ્તાવેજ નોંધણીના કર્મચારીઓએ પણ પડતર પ્રશ્નો મુદ્દે બીજા નોરતાથી આંદોલનની ચેતવણી આપી છે. ગુજરાત રાજ્ય રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ કર્મચારી મંડળ દ્વારા 13 પડતર પ્રશ્નો અંગે લડતના મંડાણ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં ઓડિટ ફકરા અન્વયે અપાતી ખોટી નોટિસો અને ચાર્જશીટ બંધ કરવી, યોગ્ય પ્રક્રિયા વગર સબ રજિસ્ટ્રાર સામે થતી ફરિયાદો પર રોક લગાવવી, અને સબ રજિસ્ટ્રાર ગ્રેડ-1 તથા ગ્રેડ-2 (વર્ગ-3)ની કેડરને તાત્કાલિક મર્જ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગરવી 2.0 પોર્ટલની ટેકનિકલ ખામીઓ દૂર કરવી, ટાઇટલ અને આધાર કાર્ડને લગતા વિરોધાભાસી પરિપત્રો રદ કરવા, તથા અનામી અરજીઓથી થતી હેરાનગતિ સદંતર બંધ કરવા રજૂઆત કરાઈ છે. આ આંદોલનની જાહેરાત મુજબ, 12 ઓક્ટોબરે કલેક્ટરને આવેદનપત્ર અપાશે. 17 ઓક્ટોબરે કાળી પટ્ટી ધારણ કરી કામગીરીના વૉટ્સએપ ગ્રૂપમાંથી લેફ્ટ થઈ વિરોધ દર્શાવાશે, 22 ઓક્ટોબરે સામૂહિક સીએલ પર ઉતરી અને 2 નવેમ્બર 2026થી અનિશ્ચિત મુદતની સંપૂર્ણ હડતાલ પાડવામાં આવશે. એસ.ટી. બસ સ્ટેશન પરથી હવે SMSથી ટિકીટ મળશે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વર્ષ 2009થી ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમની સુવિધા શરુ કરવામાં આવી છે, જેને મુસાફરો તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન અંદાજે 273 લાખ સીટોનું બુકીંગ થયું છે, જેના થકી નિગમને રૂ. 722.96 કરોડની આવક થઈ છે. આ પૈકી 79.37 ટકા સીટો ઓનલાઈન માધ્યમથી અને 20.63 ટકા સીટો કાઉન્ટર પરથી બુક થઈ છે. મુસાફરોની સુવિધામાં વધારો કરવા તેમજ પર્યાવરણલક્ષી અભિગમને પ્રોત્સાહન આપવાના હેતુથી નિગમે હવે કાઉન્ટર પરથી બુક થતી ટિકીટ માટે પણ SMS સેવા શરૂ કરી છે. આ સુવિધા અંતર્ગત મુસાફર કાઉન્ટર ટિકીટનો SMS મોબાઈલ, લેપટોપ કે અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણમાં દર્શાવશે તો કંડકટર દ્વારા તેને માન્ય ટિકીટ તરીકે સ્વીકારવામાં આવશે. જોકે, મુસાફરી દરમિયાન મુસાફરે SMS સાથે પોતાનું અસલ ફોટો ઓળખપત્ર સાથે રાખવાનું ફરજિયાત રહેશે. શાળાઓ આસપાસ તમાકુ અને સિગારેટના વેચાણ સામે કલેક્ટરને રજૂઆત રાજકોટ શહેર અને જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને કોલેજોની 100 મીટરની ત્રિજ્યામાં ગેરકાયદેસર થતા તમાકુ, બીડી અને સિગારેટના વેચાણ પર સખત પ્રતિબંધ મૂકવા તથા કડક કાયદાકીય ઝુંબેશ હાથ ધરવા અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. અલ્પેશ કેશુભાઈ વેકરીયા દ્વારા કરવામાં આવેલી આ અરજીમાં જણાવ્યા મુજબ, COTPA (સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન અધિનિયમ) 2003ની કલમ-6 હેઠળ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ નશાકારક પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં, શાળાઓ નજીક પાનના ગલ્લાઓ અને લારીઓ પર ખુલ્લેઆમ તમાકુનું વેચાણ થઈ રહ્યું છે. આ કારણે સગીર વયના બાળકો અને યુવાધન નાની ઉંમરે ગંભીર વ્યસનનો ભોગ બની રહ્યા છે. ત્યારે આ મામલે પોલીસ અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી, નિયમભંગ કરનારા દુકાનદારો સામે દંડ, માલ જપ્તી અને દુકાનો સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. મહેસુલી કર્મચારીઓએ રક્તદાન કરી વિરોધ નોંધાવ્યો રાજકોટ સહિત રાજયભરના મહેસુલી કર્મચારીઓની હડતાલનો આજે ત્રીજા દિવસ હતો. કર્મચારીઓની હડતાલના પગલે વહીવટી કામગીરી ઠપ્પ બની હતી. રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે મહેસુલી કર્મચારીઓએ ગઈકાલે કલેકટર કચેરીના ગ્રાઉન્ડની સાફસફાઈ કરી ગાંધીગીરી હતી. તો આજે લાઈફ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી રકતદાન કેમ્પ યોજી રકતદાન કર્યું હતું. રકતદાન કેમ્પમાં કર્મચારીઓએ 24 બોટલ રકતદાન કર્યું હતું. મહેસુલી કર્મચારીઓની હડતાલના પગલે રાજકોટ કલેકટર સહિત જિલ્લાની તમામ મહેસુલી કચેરીઓ આજે પણ સુમસામ રહી હતી. સતત ત્રીજા દિવસે મહેસુલી કચેરીઓનો વહીવટ ઠપ્પ રહેતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, હાલમાં વિવિધ પડતર પ્રશ્નો અંગે મહેસુલી કર્મચારી મહામંડળના હોદેદારોએ આજે ગાંધીનગર દોડી જઈ રાજય સરકારના પ્રતિનિધિઓ સાથે મંત્રણાનો દોર શરૂ કર્યો હતો. જે બાદ સરકાર સાથે સમાધાન થતાં મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુરત નાસીરનગર ડિમોલિશન કેસ:મ્યુનિ.કમિશનર અને સ્ટે.કમિટીના ચેરમેનને હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થવા હુકમ, અસરગ્રસ્તોને મકાન આપવામાં પીછે હઠ
    Next Article
    How will you even reach Jantar Mantar tomorrow? Delhi turns into a fortress ahead of protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment