Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં:અંબિકાનગરની અક્ષર કરિયાણા સ્ટોરમાંથી એક્સપાયરી ડેટનો અખાદ્ય જથ્થો ઝડપાયો, આરોગ્ય વિભાગે માલનો નાશ કરી 1500નો દંડ ફટકાર્યો

    8 hours ago

    સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જાળવવા માટે સઘન ચેકિંગ ઝુંબેશ તેજ કરવામાં આવી છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરતા વેપારીઓ સામે પાલિકા તંત્રએ કડક વલણ અખત્યાર કર્યું છે. આ કવાયતના ભાગરૂપે કતારગામ ઝોનના આરોગ્ય વિભાગની ટીમે અંબિકાનગર રોડ પર આવેલી ‘અક્ષર કરિયાણા એન્ડ પ્રોવિઝન સ્ટોર’માં ઓચિંતી તપાસ હાથ ધરી હતી, જ્યાંથી મોટા પ્રમાણમાં મુદત વીતી ગયેલી ચીજવસ્તુઓ પકડાઈ હતી. તપાસ દરમિયાન એક્સપાયરી ડેટવાળો સામાન મળી આવ્યો આરોગ્ય વિભાગની ટીમે દુકાનમાં વેચાણ અર્થે રાખવામાં આવેલા ખાદ્ય પદાર્થોની ઝીણવટભરી ચકાસણી હાથ ધરતાં જ ગંભીર ગેરરીતિ સામે આવી હતી. દુકાનમાંથી એવી ખાદ્ય ચીજવસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેની એક્સપાયરી ડેટ પૂર્ણ થઈ ચૂકી હતી. નિયમ મુજબ મુદત વીતી ગયેલી સામગ્રીનું વેચાણ કરવું કાયદાકીય ગુનો બને છે, કારણ કે આવી ચીજોના વપરાશથી ગ્રાહકોને ફૂડ પોઈઝનિંગ કે પેટની ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહેલું છે. પાલિકાની કાર્યવાહીની વિગતો અખાદ્ય સામગ્રીનો સ્થળ પર નાશ, ₹1500નો દંડ આરોગ્ય વિભાગની ટીમે વિલંબ કર્યા વિના દુકાનમાંથી મળી આવેલી તમામ અખાદ્ય અને એક્સપાયરી ડેટવાળી ખાદ્ય સામગ્રી તાત્કાલિક જપ્ત કરી સ્થળ પર જ તેનો સુરક્ષિત રીતે નાશ કર્યો હતો. આ ઉપરાંત ફૂડ સેફ્ટીના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવા બદલ દુકાન સંચાલક સામે કાર્યવાહી કરી સ્થળ પર જ ₹1500નો વહીવટી દંડ ફટકારી વસૂલાત કરવામાં આવી હતી. વેપારીઓને તાકીદ, અન્ય દુકાનદારોમાં ફફડાટ પાલિકા તંત્ર દ્વારા તમામ કરિયાણા અને પ્રોવિઝન સ્ટોર્સના વેપારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની દુકાનોમાં રહેલા માલસામાનની ઉત્પાદન તેમજ એક્સપાયરી તારીખ નિયમિત તપાસતા રહે. મુદત પૂરી થઈ ગઈ હોય તેવી ચીજો તાત્કાલિક સેલ્ફ પરથી હટાવી લેવી, જેથી સામાન્ય નાગરિકોના આરોગ્ય સાથે કોઈ જોખમ ન સર્જાય. કતારગામ વિસ્તારમાં આરોગ્ય વિભાગની આ ઓચિંતી રેડને પગલે નિયમભંગ કરતા અન્ય વેપારીઓમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 24 કલાકમાં ચાર જિંદગી હોમાઈ:પ્રેમી સાથે લગ્ન માટે સમય પરિવારે માંગતાં નર્સિંગ વિદ્યાર્થિનીએ ઝેર પીધું, પતિના વિયોગ અને આર્થિક તંગીમાં વધુ ત્રણના આપઘાત
    Next Article
    સુરત નાસીરનગર ડિમોલિશન કેસ:મ્યુનિ.કમિશનર અને સ્ટે.કમિટીના ચેરમેનને હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થવા હુકમ, અસરગ્રસ્તોને મકાન આપવામાં પીછે હઠ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment