Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાહીબાગમાં બંગ્લામાંથી લાખોની ચોરી કરનાર તસ્કર છત્તીસગઢથી ઝડપાયો:ઘરઘાટી તરીકે નોકરી કરનાર જ ચોર નિકળ્યો, અમદાવાદ-સુરતમાં કરોડપતિઓને જ ટાર્ગેટ કરતો

    1 day ago

    અમદાવાદ અને સુરતમાં ઘરઘાટી તરીકે નોકરી કરીને ચોરી કરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે છત્તીસગઢમાંથી ઝડપી પાડ્યો છે. આ ચોર માત્ર કરોડપતિ વ્યક્તિઓને જ ટાર્ગેટ કર્યો હતો. બધા કામ કરીને માલિકનો વિશ્વાસ જીતી લેતો બાદમાં ચોરીને અંજામ આપતો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. શાહીબાગમાં બંગ્લામાંથી લાખોના દાગીનાની ચોરી કરી હતી અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક બંગ્લામાંથી દોઢ મહીના પહેલા લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના અને રોક઼ડ રકમની ચોરીનો બનાવ બન્યો હતો. જેની તપાસ દરમિયાન ઘરઘાટીએ જ ચોરીના બનાવને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તસ્કરની શોધખોળ શરૂ કરી હતી. જેમાં ક્રાઇમબ્રાન્ચે છત્તીસગઢથી આરોપીની ધરપકડ કરી લીધી છે. માત્ર કરોડપતિ વ્યક્તિઓને ત્યા જ નોકરી કરતો મુળ રાજસ્થાનનો જયંતીલાલ ઓસ્વાલની ધરપકડ કરીને ચોરીમાં ગયેલા રૂપીયા 33. 50 લાખના સોના ચાંદીના દાગીના, 1.43 લાખ રોકડા, અને મોબાઇલ સહીત 35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપી ચોરી કર્યા બાદ છત્તીસગઢ ભાગી ગયો હતો. જેની પૂછપરછ કરતા સવા મહીનાથી ફરીયાદીને ત્યાં ઘરઘાટી તરીકે નોકરીએ લાગ્યો હતો. તેમજ તે કરોડપતિ વ્યક્તિઓને ત્યાં જ ઘરઘાટી તરીકે નોકરી કરતો હતો. જ્યાં પણ નોકરી કરવા માટે જાય ત્યાં બનાવટી નામ ધારણ કરતો હતો. કિંમતી વસ્તુઓ ક્યાં રાખવામાં આવે છે તેની જાણકારી મેળવી લેતો શરૂઆતના દિવસોમાં કામ કરવાની બાબતમાં ખુબ જ કાળજી રાખીને મકાન માલિકનો વિશ્વાસ જીતી લેતો હતો. બાદમાં તેઓની ખુબ નજીક આવીને ઘરના સર સામાન અને કિંમતી વસ્તુઓ ક્યાં રાખવામાં આવે છે તેની જાણકારી મેળવી લેતો હતો. જે બાદ તક મળે ત્યારે ઘરમાંથી કિંમતી વસ્તુઓ કે રોકડ રકમ લઇને ફરાર થઇ જતો હતો. આરોપી વિરુદ્ધમાં અગાઉ સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં પાંચ અને ખડોદરા પોલીસ સ્ટેશનમાં એક એમ કુલ છ ગુના નોંધાઇ ચુક્યા છે. જ્યારે એક વખત પાસા પણ ભોગવી ચુક્યો છે.
    Click here to Read More
    Previous Article
    દમણના ટાઈડલ આઇસ્લેટ પર ચાર યુવકો ફસાયા:ઓટ સમયે બેટ પર ગયા, ભરતી આવતાં ઘેરાયા; એક નશાની હાલતમાં જાતે કિનારે પહોંચ્યો, ત્રણનું હોડીથી રેસ્ક્યૂ
    Next Article
    રાજકોટમાં પ્રથમવાર આહીર સેના દ્વારા ગરબા મહોત્સવ:સમાજ માટે 9 દિવસીય આયોજન, સાતમા નોરતે પરંપરાગત પોશાકનું આકર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment