Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:શિવપરા-9ના ખૂણે આવેલ આંગણવાડી પાસે જ કચરાના ઢગલા, બાળકોના આરોગ્ય સામે ખતરો

    21 hours ago

    રાજકોટ મનપા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા કાંઈક જુદી જ ચિત્ર ઉપસાવી રહી છે. ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ શિવપરા-9ના છેડે, દીપક સોસાયટી શેરી નં.4ના કોર્નર પર તંત્રની બેદરકારીનો નમૂનો જોવા મળી રહ્યો છે. અહીં આવેલી આંગણવાડી અને બગીચાની બિલકુલ પાસે જ કચરાના ઢગલા ખડકાઈ ગયા છે, જેના કારણે આસપાસના સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ અને મચ્છરોનો ભારે ઉપદ્રવ ફેલાયો છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, દીપક સોસાયટીના નાકે આવેલા આંગણવાડીની દીવાલને અડીને જ પડેલા ગંદકીના સામ્રાજ્યને કારણે બાળકો તેમજ આસપાસના રહીશોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. બગીચાના મુખ્ય ગેટ અને દીવાલ પાસે જ કચરો ઉકરડાની જેમ પડ્યો છે. નજીકમાં જ વાહનો પણ પડ્યા હોવાથી કચરો સમગ્ર રસ્તા પર ફેલાઈ રહ્યો છે.પાણી અને કચરાના સડવાથી ડેન્ગ્યૂ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગચાળાના મચ્છરોનો ભારે ઉપદ્રવ વધી ગયો છે. સ્થાનિકો દ્વારા મનપાના સફાઈ વિભાગ અને સ્થાનિક વોર્ડ ઓફિસે અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં, તંત્રના બહેરા કાને આ હાડમારી સંભળાતી નથી. મહાનગરપાલિકા દ્વારા જો તાત્કાલિક ધોરણે આ સ્થળેથી કચરો હટાવીને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં નહીં આવે, તો આંગણવાડીના બાળકો રોગચાળાનો ભોગ બને તેવી પૂરી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    अजा एकादशी आज, पूजा के बाद यहां से पढ़ें विष्णु भगवान की आरती
    Next Article
    એક વર્ષમાં બેંક ખાતામાં કેટલી રોકડ જમા કરી શકાય?:લિમિટ કરતાં વધારે કેશ જમા કરાવશો તો આવશે ઇન્કમ ટેક્સ વિભાગની નોટિસ, જાણો નિયમો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment