Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણના ટાઈડલ આઇસ્લેટ પર ચાર યુવકો ફસાયા:ઓટ સમયે બેટ પર ગયા, ભરતી આવતાં ઘેરાયા; એક નશાની હાલતમાં જાતે કિનારે પહોંચ્યો, ત્રણનું હોડીથી રેસ્ક્યૂ

    1 day ago

    દમણના પ્રખ્યાત સી ફેસ જેટી સામે આવેલા ટાઈડલ આઇસ્લેટ પર મોજમસ્તી કરવા ગયેલા ચાર યુવકો અચાનક આવેલી ભરતીના પાણીમાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. દરિયામાં અચાનક પાણીનું સ્તર વધી જતાં ચારેય યુવકો ચારે બાજુથી પાણીથી ઘેરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા હાથ ધરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં ત્રણ યુવકોને હોડીની મદદથી સક્ષમ રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે નશાની હાલતમાં રહેલો એક યુવક જાતે જ તરીને કિનારે પહોંચ્યો હતો. ઓટ સમયે બેટ પર જઈ મહેફિલો માણવાની ફરિયાદો દમણ દરિયાકિનારે જ્યારે ઓટ હોય છે ત્યારે અનેક સહેલાણીઓ ચાલીને આ ટાઈડલ આઇસ્લેટ બેટ પર પહોંચી જતા હોય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ત્યાં અવારનવાર ગેરકાયદેસર રીતે ખાણીપીણી અને દારૂની મહેફિલો માણવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી રહી છે. સાંજના સમયે દરિયામાં અચાનક ભરતી આવતાં બેટની ચારેય તરફ પાણી ફરી વળે છે, જેના કારણે સહેલાણીઓ માટે પાછા ફરવું અશક્ય બની જાય છે અને તેઓ ફસાઈ જાય છે. કડક પ્રતિબંધ અને દંડની જોગવાઈ કરવા માગણી દરિયાકિનારે સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે તંત્ર દ્વારા પોલીસ અને બીચ લાઇફગાર્ડની ટીમો તૈનાત કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક બેદરકાર લોકો જોખમને અવગણીને જીવના જોખમે આ બેટ સુધી પહોંચી જતા હોય છે. વારંવાર બનતી આવી જોખમી ઘટનાઓને અટકાવવા માટે સ્થાનિકો દ્વારા આ આઇસ્લેટ બેટ પર જવા માટે કડક પ્રતિબંધ લાદવામાં આવે અને નિયમ ભંગ કરનારાઓ સામે દંડની કડક જોગવાઈ કરવામાં આવે તેવી ઉગ્ર માગણી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રપતિ ભવનની બહાર પ્રિયંકાની પોલીસ સાથે દલીલ:રસ્તા પર બેઠાં; 10 વિપક્ષી સાંસદો રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા, CECના રાજીનામાની માંગ કરી
    Next Article
    શાહીબાગમાં બંગ્લામાંથી લાખોની ચોરી કરનાર તસ્કર છત્તીસગઢથી ઝડપાયો:ઘરઘાટી તરીકે નોકરી કરનાર જ ચોર નિકળ્યો, અમદાવાદ-સુરતમાં કરોડપતિઓને જ ટાર્ગેટ કરતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment