Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસ્તો પૂછવાના બહાને ઠગોએ ચેન ઝૂંટવી લીધા:સતલાસણાના ટીમ્બામાં સાધુનો વેશ ધારણ કરી કારમાં આવેલા શખ્સો આધેડની દોઢ તોલાની ચેન લૂંટી ફરાર

    1 day ago

    સતલાસણાના ટીમ્બા ગામ નજીક સાધુના વેશમાં આવેલા ઠગો કારમાં આવી આધેડને વાતોમાં પરોવી ગળામાંથી સોનાની ચેન આંચકીને ફરાર થઈ ગયા હતા. જેથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે મુળ સુરેન્દ્રનગરના અને હાલ ટીમ્બા ગામે ખેતીકામ કરતા ગંભીરસિંહ મદારસિંહ ઝાલા નામના 52 વર્ષીય આધેડે સતલાસણા પોલીસ મથકે બનાવ અંગે વિગતવાર રજૂઆત કરી છે. ગાડીમાં બેઠેલા શખ્સોએ રસ્તો પૂછવાના બહાને બાઈક ચાલકને બોલાવ્યો ગંભીરસિંહ ઝાલા ગત 27 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે સાડા આઠેક વાગ્યે પોતાના મોટરસાઇકલ પર પોતાના સાળાના પૌત્રને સતલાસણા ખાતે આવેલા સુરજ કોમ્પ્લેક્ષમાં ટ્યુશન મુકવા માટે ગયા હતા. જે બાદ સવારે સવા નવેક વાગ્યાના સુમારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે ટીમ્બા-તારંગા ત્રણ રસ્તા પાસે બાઇક ઉભું રાખ્યું હતું. દરમિયાન સતલાસણા તરફથી એક નંબર પ્લેટ વગરની સફેદ કલરની અલ્ટો ગાડી ત્યાં આવીને ઉભી રહી હતી. ગાડીમાં ડ્રાઇવર સીટની બાજુમાં શરીરે કપડાં વગર ભસ્મ લગાવેલો સાધુ જેવો દેખાતો એક ઈસમ બેઠેલો હતો. તેણે ગંભીરસિંહને વડનગર ગૌશાળા ક્યાં આવેલી છે તે અંગે પૂછપરછ કરતાં ગંભીરસિંહે નજીકમાં સુદાસણા ખાતે ગૌશાળા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તે ઈસમે 'આ કયું ગામ છે' તેમ પૂછતાં ગંભીરસિંહે નીચે વાંકા વળીને ટીમ્બા ગામ તરફ ઈશારો કરીને ગામ બતાવવાનો પ્રયાસ કર્યો હતો. દોઢ તોલા સોનાની ચેન ઝૂંટવી લીધી આ તકનો લાભ ઉઠાવીને અલ્ટો ગાડીમાં બેઠેલા ઠગે ગંભીરસિંહના ગળામાં પહેરેલી આશરે દોઢ તોલા સોનાની ચેન ઝૂંટવી લીધી હતી અને ગાડી ઝડપથી ખેરાલુ તરફ ભગાડી ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી આધેડ કંઈ સમજે તે પહેલાં જ આરોપીઓ રફુચક્કર થઈ ગયા હતા. આ મામલે સતલાસણા પોલીસ મથકે ફરિયાદ અરજી આપવામાં આવી છે અને પોલીસે નંબર પ્લેટ વગરની કાર તથા સોનાની ચેન આંચકી જનાર ભેજાબાજોને પકડી પાડવા માટે આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પ્રેમસંબંધના વહેમની આગે જીવ લીધો:બોરીસણા ગામમાં મોબાઈલ ફોનની આપલે મામલે શંકા રાખી યુવકની હત્યા, જિલ્લા પંચાયત પૂર્વ ચેરમેનના પુત્ર સહિત 5 સામે ગુનો દાખલ
    Next Article
    નવરાત્રિમાં અસામાજિક તત્વોની ખેર નહીં:ભાવનગરના 22 ડાર્ક પોઈન્ટ્સ પર ઘોડેસવાર પોલીસ કરશે પેટ્રોલીંગ, સુરક્ષાનો મેગા પ્લાન તૈયાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment