Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિમાં અસામાજિક તત્વોની ખેર નહીં:ભાવનગરના 22 ડાર્ક પોઈન્ટ્સ પર ઘોડેસવાર પોલીસ કરશે પેટ્રોલીંગ, સુરક્ષાનો મેગા પ્લાન તૈયાર

    1 day ago

    મા આધ્યાશક્તિના આરાધનાના પર્વ નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરભરમાં ભક્તિમય માહોલ સર્જાયો છે અને ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. શહેરમાં ૪ મોટા પ્રોફેશનલ ગરબા આયોજનો ઉપરાંત વિવિધ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ્સમાં ગરબા મહોત્સવ યોજાનાર છે. આ ઉત્સવ દરમિયાન ખેલૈયાઓ ભયમુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં રાસ-ગરબા માણી શકે તેમજ અસામાજિક તત્વો પર લગામ કસી શકાય તે હેતુથી ભાવનગર પોલીસે ખાસ સિક્યોરિટી એક્શન પ્લાન તૈયાર કર્યો છે. 6 પોલીસ મથક વિસ્તારના 22 ડાર્ક પોઈન્ટ્સ પર ઘોડેસવાર પોલીસનું પેટ્રોલીંગ પોલીસ તંત્ર દ્વારા શહેરના 6 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અવાવરૂ જગ્યાઓ અને ઓછા અજવાળાવાળા 22 ડાર્ક પોઈન્ટ્સ આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે. જેમાં નિલમબાગ પોલીસ મથકના 4, ઘોઘારોડના 3, ગંગાજળિયાના 3, બોરતળાવના 3, ભરતનગરના 4, વરતેજના 3 તેમજ ઘોઘાના 2 પોઈન્ટ્સનો સમાવેશ થાય છે. આ તમામ સંવેદનશીલ અને ડાર્ક પોઈન્ટ્સ પર ભાવનગર પોલીસના ઘોડેસવાર જવાનો દ્વારા રાઉન્ડ ધ ક્લોક સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. મહિલાઓની સુરક્ષા માટે ૫થી વધુ 'શી-ટીમ' અને પ્રાઈવેટ ડ્રેસમાં જવાનો ખાસ કરીને મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. ગરબા ગ્રાઉન્ડ્સ અને તેની આસપાસના વિસ્તારોમાં રોમિયોગીરી ડામવા માટે ૫થી વધુ 'શી-ટીમ' (She-Team) કાર્યરત રહેશે. આ ઉપરાંત છેડતીના બનાવો રોકવા માટે ખાનગી ડ્રેસમાં પણ પોલીસ જવાનો તૈનાત રહેશે, જેઓ અસામાજિક તત્વો પર સતત બાજ નજર રાખશે. નવરાત્રિ બંદોબસ્તનું માળખું એક નજરે ઉચ્ચ અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ ચુસ્ત બંદોબસ્ત ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ નવરાત્રિના નવે-નવ દિવસ દરમિયાન રાત્રિના સમયે કડક બંદોબસ્ત જાળવવામાં આવશે. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે 100 જેટલા ટ્રાફિક અને ટીઆરબી જવાનો મહત્વના જંક્શનો પર ખડેપગે રહેશે. પોલીસે નાગરિકોને નિર્ભય બનીને તહેવાર માણવા અપીલ કરી છે અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રસ્તો પૂછવાના બહાને ઠગોએ ચેન ઝૂંટવી લીધા:સતલાસણાના ટીમ્બામાં સાધુનો વેશ ધારણ કરી કારમાં આવેલા શખ્સો આધેડની દોઢ તોલાની ચેન લૂંટી ફરાર
    Next Article
    મુસાફરોને પ્લેટફોર્મ વચ્ચે અવરજવરમાં ભીડમાંથી મુક્તિ મળશે:રાજકોટ ડિવિઝનનાં સુરેન્દ્રનગર સ્ટેશનમાં 12 મીટર પહોળા ઓવરબ્રીજનાં ગર્ડર લોન્ચિંગની કામગીરી પૂર્ણ ; આવતીકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment