Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વરાછામાં પત્નીનું ગળું દબાવી પતિએ હત્યા કરી:બનાવને આપઘાતમાં ખપાવવાનો કારસો રચ્યો;પીએમ રિપોર્ટમાં ગળાના ભાગે ઈજાના નિશાનથી ભાંડો ફૂટ્યો;પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો

    10 hours ago

    સુરત શહેરના વરાછા વિસ્તારના ઉમરવાડા સ્થિત ટાંકલી ફળિયામાં રોજિંદા પારિવારિક ક્લેશ અને તકરારે લોહિયાળ રૂપ ધારણ કર્યું છે. બોલાચાલીમાં આવેશમાં આવી ગયેલા 50 વર્ષીય પતિએ પોતાની પત્નીનું ગળું દબાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ગુનો આચર્યા બાદ શાતિર પતિએ આ સમગ્ર ઘટનાને આપઘાતમાં ખપાવવાનો કારસો રચ્યો હતો. જોકે, તબીબી તપાસ અને પોલીસની ઝીણવટભરી તપાસમાં સત્ય સામે આવી જતાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી પતિને ઝડપી પાડી જેલભેગો કર્યો છે. આર્થિક તંગી અને ઘરકંકાસ બન્યો કાળ વરાછા પંચવટીવાડી સામે આવેલા ટાંકલી ફળિયાના રહેવાસી સંજય ચીમનભાઈ પટેલ કોઈ કામધંધો કરતો ન હોવાથી બેકાર હતો. ઘરમાં સતત રહેતી આર્થિક તંગીના કારણે પત્ની ઉષાબેન સાથે નાની-નાની બાબતોમાં ઉગ્ર બોલાચાલી અને ઝઘડા થતા હતા. ગત 7 ઓક્ટોબર, 2026ના રોજ સાંજે તકરાર વધતાં સંજય પટેલે સંયમ ગુમાવ્યો હતો અને આવેશમાં આવી પત્નીનું બંને હાથે ગળું દબાવી દીધું હતું, જેથી ઉષાબેનનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હત્યા બાદ આપઘાતની ઉપજાવી કાઢેલી વાર્તા પત્નીનું મોત નીપજતાં આરોપી દરવાજો ખુલ્લો રાખી બહાર ઓટલે બેસી ગયો હતો. કામ પરથી પરત ફરેલા પુત્ર નિકીલ સમક્ષ તેણે વાર્તા ઘડી કે 'તારી માતાએ ફાંસો ખાધો હોવાથી મેં તેને નીચે ઉતારી ખુરશીમાં બેસાડી છે.' પુત્ર માતાને અચેત હાલતમાં 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ દરમિયાન ગળા પર ઈજાના ગંભીર નિશાન મળી આવતાં ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ થયું હતું. પુત્રની ફરિયાદ બાદ પોલીસની ત્વરિત કાર્યવાહી પિતાના જૂઠાણાનો ભાંડો ફૂટતાં જ આઘાતગ્રસ્ત પુત્ર નિકીલે વરાછા પોલીસ મથકમાં પિતા સામે જ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસની ટીમે તાત્કાલિક દરોડો પાડી આરોપી સંજય પટેલની અટકાયત કરી લીધી છે. એસીપી પી. કે. પટેલના જણાવ્યા મુજબ, આરોપી સામે ફોરેન્સિક પુરાવા એકત્રિત કરીને આગળની વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ફોરેક્સ ટ્રેડિંગના નામે 1.18 કરોડની છેતરપિંડી:જરી વેપારી સહિત 3 લોકો ભોગ બન્યા, બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાના નામે પણ પૈસા ખંખેર્યા
    Next Article
    સરકારી કચેરીઓમાં અટવાયેલા કામકાજ ફરી ચાલુ, અરજદારોની હાલાકીનો અંત:મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ, સરકાર સાથે સમાધાન થતાં આંદોલન મૌકૂફ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment