Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફોરેક્સ ટ્રેડિંગના નામે 1.18 કરોડની છેતરપિંડી:જરી વેપારી સહિત 3 લોકો ભોગ બન્યા, બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવાના નામે પણ પૈસા ખંખેર્યા

    8 hours ago

    સુરત શહેરમાં ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરી મોટા પાયે નફો કમાવવાની લાલચ આપી લાખો રૂપિયા ખંખેરી લેતી ટોળકીનો પર્દાફાશ થયો છે. સૈયદપુરા વાવશેરી વિસ્તારમાં રહેતા અને જરીકામનો વ્યવસાય કરતા શૈલેષભાઈ કંચનલાલ રાણા સાથે ₹1.18 કરોડથી વધુની ઠગાઈ આચરવામાં આવી છે. આરોપીઓ કૃણાલ અશોકભાઈ રાણા, આદિત્ય નિલેશભાઈ ઠક્કર અને પિનલ વિજયભાઈ બારૈયાએ વર્ષ 2022થી એકબીજાની મિલીભગતથી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરું ઘડી ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને ફોરેક્સ માર્કેટમાં ઊંચું રિટર્ન અપાવવાના ખોટા વાયદા કરી નાણાં મેળવ્યા હતા. વેપારી, તેમના ભાઈ અને મિત્ર પાસેથી ₹1.18 કરોડ પડાવ્યા આરોપીઓએ માત્ર ફરિયાદી શૈલેષભાઈ જ નહીં પરંતુ તેમના સ્વજનોને પણ શિકાર બનાવ્યા હતા. આરોપીઓએ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરાવવાના બહાને શૈલેષભાઈ પાસેથી ₹24.38 લાખ પડાવ્યા હતા. ત્યારબાદ તેમના ભાઈ કિશોર રાણા પાસેથી ₹29.51 લાખ તેમજ તેમના મિત્ર નિકી બિસ્કિટવાલા પાસેથી ₹65 લાખ મેળવી લીધા હતા. આમ, ત્રણેય વ્યક્તિઓ પાસેથી કુલ મળીને ₹1,18,89,000ની માતબર રકમ અલગ-અલગ તબક્કે મેળવી લીધી હતી અને બાદમાં કોઈ પણ જાતનો નફો કે રોકાણ કરેલી મૂડી પરત આપી નહોતી. ફ્રીઝ થયેલા બેંક એકાઉન્ટ ચાલુ કરાવવાના નામે પણ ખંખેર્યા આ ઠગબાજોએ રોકાણ પર વળતર આપવાના ખોટા બહાના ઉપરાંત અન્ય રીતે પણ પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી પક્ષના બેંક એકાઉન્ટ કોઈ કારણોસર ફ્રીઝ થઈ ગયા હોવાથી તેને નિયમ મુજબ અનફ્રીઝ કરાવી આપવાની ખાતરી આપીને પણ આરોપીઓએ વધારાના પૈસા વસૂલ્યા હતા. લાંબો સમય વીતી જવા છતાં બેંક એકાઉન્ટ પણ અનફ્રીઝ ન થયા અને લીધેલા નાણાં પણ પાછા ન મળતા આખરે ફરિયાદીને પોતાની સાથે વિશ્વાસઘાત અને આયોજનબદ્ધ છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. પોલીસે ગુનો નોંધી નાણાકીય વ્યવહારોની તપાસ તેજ કરી સમગ્ર મામલે શૈલેષભાઈ રાણાની ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની પ્રાથમિક તપાસ પ્રોબેશનરી PSI આર.એન. પટેલ ચલાવી રહ્યા છે. પોલીસ હાલમાં ₹1.18 કરોડથી વધુના બેંક વ્યવહારો, પૈસા કયા ખાતામાં ટ્રાન્સફર થયા અને ખરેખર ફોરેક્સ ટ્રેડિંગ થયું હતું કે, માત્ર બોગસ પ્લેટફોર્મ બતાવાયું હતું તેની ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ સાગરીતો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 'બેઠક 2.0 - ઝાલાવાડની વાતો' કાર્યક્રમ યોજાયો:કલાકારોએ ગીતો, દુહા અને છંદથી ઝાલાવાડની સંસ્કૃતિ ઉજાગર કરી
    Next Article
    વરાછામાં પત્નીનું ગળું દબાવી પતિએ હત્યા કરી:બનાવને આપઘાતમાં ખપાવવાનો કારસો રચ્યો;પીએમ રિપોર્ટમાં ગળાના ભાગે ઈજાના નિશાનથી ભાંડો ફૂટ્યો;પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment