Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારી કચેરીઓમાં અટવાયેલા કામકાજ ફરી ચાલુ, અરજદારોની હાલાકીનો અંત:મહેસૂલી કર્મચારીઓની હડતાળ સમેટાઈ, સરકાર સાથે સમાધાન થતાં આંદોલન મૌકૂફ

    16 hours ago

    નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સંવર્ગના વિવિધ પડતર પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો આખરે સુખદ ઉકેલ આવી ગયો છે. રાજ્ય સરકાર સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય બેઠકમાં મળેલી સકારાત્મક ખાતરી બાદ મહામંડળ દ્વારા આંદોલન સત્તાવાર રીતે પાછું ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયથી રાજ્યભરના સરકારી કચેરીઓમાં અટવાયેલા કામકાજ ફરી રાબેતા મુજબ શરૂ થતાં સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના વિવિધ નીતિગત મુદ્દાઓની સાથે ઓછા વરસાદવાળા વિસ્તારોની સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો અને સરકારી કર્મચારીઓના આંદોલન અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના શાસનના સંદર્ભમાં કેબિનેટમાં આભાર પ્રસ્તાવ પણ રજૂ કરાયો હતો. ગાંધીનગરમાં મંત્રીઓની અધ્યક્ષતામાં યોજાઈ સફળ બેઠક ગાંધીનગરમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, અન્ય વરિષ્ઠ અધિકારીઓ તેમજ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગ પરમાર સહિતના પ્રતિનિધિમંડળ વચ્ચે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. સરકારે કર્મચારીઓ પ્રત્યે ઉદાર અભિગમ દાખવ્યો: જીતુ વાઘાણી બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યની સામાન્ય જનતાને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અગવડ ન પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારે કર્મચારીઓના પ્રશ્નો સાંભળી સરકારે તમામ વ્યાજબી માંગણીઓ પ્રત્યે હકારાત્મક વલણ દાખવી તેના નિરાકરણ માટે મહામંડળને સંપૂર્ણ ખાતરી આપી છે. પ્રજાહિતમાં આંદોલન સમેટાયું: સંજયસિંહ મહીડા મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, પ્રજાના હિતમાં અને કર્મચારીઓના પ્રશ્નોના કાયમી ઉકેલ માટે સરકારે સકારાત્મક વાતાવરણમાં વાટાઘાટો પૂર્ણ કરી છે. સામાન્ય નાગરિકોને કામકાજમાં હાલાકી ન ભોગવવી પડે તે બાબતને ધ્યાને રાખી મહામંડળે પણ ઉદાર વલણ દાખવીને આંદોલન સમેટી લેવાનો નિર્ણય કર્યો છે. સરકારની ખાતરી બાદ આંદોલન મોકૂફ: જામસંગ પરમાર રાજ્ય સરકાર તરફથી મળેલી હકારાત્મક બાંહેધરી બાદ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ જામસંગ પરમારે આંદોલન પાછું ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ આંદોલન મૌકૂફ રાખવાની જાહેરાત કરે છે. અછતગ્રસ્ત વિસ્તારોમાં પાણી અને ઘાસચારાની સમીક્ષા આ બેઠકમાં રાજ્યના જે વિસ્તારોમાં ઓછો વરસાદ પડ્યો છે, ત્યાં પીવાના પાણી અને ઘાસચારાની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કૃષિ વાવેતરની સ્થિતિ તથા ખેડૂતો દ્વારા કરવામાં આવેલી વિવિધ માગણીઓ અંગે પણ ચર્ચા થઈ હતી. ઓછા વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગણીના સંદર્ભમાં સ્થિતિની સમીક્ષા કરવાનો મુદ્દો પણ મહત્ત્વનો રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વરાછામાં પત્નીનું ગળું દબાવી પતિએ હત્યા કરી:બનાવને આપઘાતમાં ખપાવવાનો કારસો રચ્યો;પીએમ રિપોર્ટમાં ગળાના ભાગે ઈજાના નિશાનથી ભાંડો ફૂટ્યો;પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો
    Next Article
    Video: This Kolkata Cafe Lets You Sip Coffee With 30+ Rescued Cats

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment