Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે મહિને બનેલો કિર્તીદાનના ગરબાના ડોમનો એક ભાગ બેસી ગયો:નવરાત્રિ આયોજનનું શિડ્યુલ ખોરવાઈ શકે, બે શ્રમિકને સામાન્ય ઇજા

    7 hours ago

    અમદાવાદના મકરબામાં યોજાનાર કિર્તીદાન ગઢવીના 'પરંપરા' ગરબામાં ડોમ પડી ગયો છે.11 ઓક્ટોબરથી ગરબા શરૂ થવાના છે. જેને લઈને એસી ડોમ બનાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક જ ડોમ પડી ગયો છે.જો કે આ ડોમ પડવાના કારણે કોઈને જાનહાનિ થઈ હોય તેવા સમાચાર નથી.બનાવની જાણ થતા આયોજક અને પોલીસ સ્થળ પર પહોંચી છે. ગરબાનું શેડ્યુલ ખોરવાઈ જવાની શક્યતા છે. એસી ડોમ હજી સુધી તૈયાર થયો ન હતો અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડની એનઓસી લેવાની બાકી હતી. સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એલ એલ ચાવડાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે બે ભાગમાં ડોમ છે. જેમાં પાછળના ડોમનો ભાગ બેસી ગયો છે. એસ.પી રીંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં પરંપરા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસી ડોમમાં કીર્તિદાન ગઢવી પર્ફોર્મ કરવાના હતા. જે એસી ડોમ બનાવવામાં આવ્યો હતો, તે એસી ડોમ જ ધરાશાયી થઈ ગયો છે. આખો ડોમ બે મહિનામાં બનીને તૈયાર થતો હતો. આખો ડોમ સંપૂર્ણ બનીને તૈયાર થઈ ગયો હતો. લાઈટિંગ સહિત તમામ વસ્તુઓ ડોમમાં લગાવી દેવામાં આવી હતી. પરંતુ કેટલાક લોકો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ડોમ ધરાશાયી થતા કેટલાક શ્રમિકોને સામાન્ય ઇજા પહોંચી છે. પરંતુ જો બે દિવસ બાદ ઘટના બની હોત તો નવરાત્રી દરમિયાન જો ડોમ ધરાશાયી થયો હોત તો મોટી સંખ્યામાં લોકોને ઇજા પહોંચી શકી હોત. એસી ડોમના પિલ્લર યોગ્ય રીતે જમીનમાં લગાવવામાં ન આવ્યા હોવાથી ડોમ ધરાશાયી થવાની ઘટના બની છે.
    Click here to Read More
    Previous Article
    પ્રિયંકા-મમતા સહિત વિપક્ષી નેતાઓ સંસદ પહોંચ્યા, રાષ્ટ્રપતિને મળશે:જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરશે; PM હાઉસ સુધી કૂચ કરી શકે છે
    Next Article
    મહેસૂલી કર્મચારીઓની બદલીઓ રદ કરવા ધારાસભ્યનો CMને પત્ર:કાયદાકીય દુર્ભાવનાથી બદલીનો આક્ષેપ; ઓર્ડર રદ નહીં થાય તો અચોક્કસ હડતાળની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment