Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસૂલી કર્મચારીઓની બદલીઓ રદ કરવા ધારાસભ્યનો CMને પત્ર:કાયદાકીય દુર્ભાવનાથી બદલીનો આક્ષેપ; ઓર્ડર રદ નહીં થાય તો અચોક્કસ હડતાળની ચેતવણી

    8 hours ago

    પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રાજ્યના મહેસૂલી કર્મચારીઓના પડતર પ્રશ્નો અને હોદ્દેદારોની કરાયેલી બદલીઓ તાત્કાલિક રદ્દ કરવા માગ કરી છે. તેમણે પત્રમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો દૂષિત ભાવનાથી કરવામાં આવેલી આ બદલીઓ રદ્દ કરવામાં નહીં આવે તો તમામ મહેસૂલી કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતરશે. બદલીઓ રદ્દ કરવા કાયદાકીય રજૂઆત પત્રમાં જણાવાયું છે કે સાબરમતીના નાયબ મામલતદાર કૌશિક સોલંકી સહિતના મંડળના હોદ્દેદારોની દૂરના તાલુકાઓમાં બદલીઓ કરી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના 'Somesh Tiwari' કેસના ચુકાદા મુજબ આ પ્રકારની બદલીઓ કાયદાકીય દૂર્ભાવના સમાન હોવાથી તેને તાત્કાલિક અસરથી રદ્દ કરવા માટે મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે. 14 જેટલા પડતર પ્રશ્નો અંગે માગણીઓ મહામંડળ દ્વારા લાંબા સમયથી 14 જેટલા પડતર પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી રહી છે. જેમાં મહેસૂલી તલાટીઓના જોબચાર્ટમાંથી અન્ય વિભાગોની બિનજરૂરી કામગીરી દૂર કરવી, ગ્રામ્ય કક્ષાએ રેકોર્ડ રૂમ અને બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી, દરેક ગામ દીઠ એક મહેસૂલી તલાટીનું મહેકમ મંજૂર કરવું તેમજ 2012ના નાયબ મામલતદારોને 'Re-Adjustment Date' (2020)નો લાભ આપી સિનિયોરિટી આખરી કરવાની મુખ્ય માગણીઓ સમાવિષ્ટ છે.
    Click here to Read More
    Previous Article
    બે મહિને બનેલો કિર્તીદાનના ગરબાના ડોમનો એક ભાગ બેસી ગયો:નવરાત્રિ આયોજનનું શિડ્યુલ ખોરવાઈ શકે, બે શ્રમિકને સામાન્ય ઇજા
    Next Article
    રાંદેર ઝોનમાં પાણીકાપ:પાલનપુર જકાતનાકા પાસે મેટ્રો લાઇન શિફ્ટિંગને પગલે 12મી ઓક્ટોબરે વિસ્તારોમાં સાંજે પાણી નહી આવે, સાચવીને વાપરવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment