Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપરવાઇઝરે 13 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું:ફરવા લઈ જવાના બહાને અપહરણ કરીને અવાવરુ ઝાડીઓમાં લઈ ગયો, હજીરાની કંપનીના કર્મચારીનું સુરતમાં કારસ્તાન

    7 hours ago

    સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને અરેરાટીજનક ગુનાહિત કૃત્ય સામે આવ્યું છે. હજીરાની એક મોટી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને ઈચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર 3 નજીક આવેલી રેસિડેન્સીમાં રહેતા 45 વર્ષીય ક્રિષ્નાનંદ ઠાકોરજી મિશ્રા નામના આધેડે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી છે. સમાજમાં જવાબદાર હોદ્દો ધરાવતા આ આરોપીએ પુત્રની વયના માત્ર 13 વર્ષના દીકરાને શિકાર બનાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. આ ગંભીર અપરાધ મામલે ઈચ્છાપોર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરવા લઈ જવાના બહાને બાળકનું અપહરણ કર્યું પોલીસ ચોપડે નોંધાયેલી વિગત મુજબ, આ ચોંકાવનારી ઘટના 6 ઓક્ટોબર 2026ના રોજ રાતે 10 થી 10:30 વાગ્યે બની હતી. 45 વર્ષીય આરોપી ક્રિષ્નાનંદ મિશ્રાની દાનત 13 વર્ષ અને 24 દિવસની ઉંમર ધરાવતા સગીર બાળક પર બગડી હતી. આરોપીએ બાળક સાથે દુષ્કર્મ આચરવાના મલિન ઈરાદાથી તેને 'ચાલ તને બહાર ફરવા લઈ જાઉં' તેમ કહીને લલચાવી-ફોસલાવી પોતાની સાથે લઈ ગયો હતો. આરોપીએ બાળકના માતા-પિતાના કાયદેસરના વાલીપણામાંથી તેનું અપહરણ કરી આ સમગ્ર ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું. અવાવરુ ઝાડીઓમાં લઈ જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું ભોળપણમાં બાળક આરોપીની સાથે ચાલ્યો ગયો હતો, જે બાદ આરોપી ક્રિષ્નાનંદ તેને નિર્જન અને અવાવરુ ઝાડી-ઝાંખરાવાળા વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યાં પહોંચીને આરોપીએ માસૂમ પર શારીરિક શોષણ શરૂ કર્યું હતું. આરોપીએ બાળકની મરજી વિરુદ્ધ તેનું પેન્ટ ઉતારી દીધું હતું અને નિર્દયતાપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું અતિ શરમજનક કૃત્ય આચર્યું હતું. આ અણધાર્યા અને ભયાનક બનાવથી માસૂમ બાળક ભારે ડરી ગયો હતો અને માનસિક આઘાતમાં સરી પડ્યો હતો. બાળકે આપવીતી વર્ણવતા પરિવારજનોએ ફરિયાદ નોંધાવી આ દુષ્કર્મ બાદ ઘરે પરત ફરેલા ગભરાયેલા બાળકે સમગ્ર હકીકત પરિવારજનો સમક્ષ વર્ણવી હતી. જાણીતા આધેડે જ આવું ગંદું કૃત્ય આચર્યું હોવાનું સાંભળી પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારે જરાય વિલંબ કર્યા વિના ઈચ્છાપોર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને 8 ઓક્ટોબર રાતે 23.15 કલાકે હવસખોર વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો અને BNS હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી ઈચ્છાપોર પોલીસે બાળકના પરિવારની ફરિયાદના આધારે તાત્કાલિક ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપી ક્રિષ્નાનંદ ઠાકોરજી મિશ્રા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 137(2), 140(4) અને 75(2) તેમજ પોક્સો એક્ટ-2012 ની કલમ 7, 8, 11(1)(2), 12 અને 18 હેઠળ અપહરણ તથા લૈંગિક શોષણનો ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કેસની આગળની ઝીણવટભરી તપાસ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.ડી. દાયમા ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'દૃશ્યમ-3' એક અઠવાડિયામાં 383 કરોડ કમાણી:અજય દેવગનના કરિયરની બીજી મોટી બ્લોકબસ્ટર; ભારતમાં 245 કરોડ કમાયા, 'ગોલમાલ અગેઇન'ને પાછળ છોડી
    Next Article
    નર્મદામાં ‘JOSH-ટીબી મુક્ત ભારત ટીમ’નું લોન્ચિંગ કરાયું:સરપંચો, ટીબી વિજેતાઓ અને નિક્ષય મિત્રોનું સન્માન કરાયું; સામાજિક ભાગીદારી દ્વારા ટીબી નાબૂદી પર ભાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment