Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદામાં ‘JOSH-ટીબી મુક્ત ભારત ટીમ’નું લોન્ચિંગ કરાયું:સરપંચો, ટીબી વિજેતાઓ અને નિક્ષય મિત્રોનું સન્માન કરાયું; સામાજિક ભાગીદારી દ્વારા ટીબી નાબૂદી પર ભાર

    7 hours ago

    રાજપીપળા ખાતે જિલ્લા કલેક્ટર ગંગા સિંઘ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનકકુમાર માઢકના માર્ગદર્શન હેઠળ ‘JOSH–ટીબી મુક્ત ભારત ટીમ’ લોન્ચ કરવામાં આવી છે. જૂની સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ‘ટીબી મુક્ત પંચાયત’ સન્માન સમારોહનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓ અને સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં ટીબી નાબૂદી માટે સમાજની સક્રિય ભાગીદારી પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. JOSH ટીમની રચના અને કામગીરી કાર્યક્રમ દરમિયાન JOSH ટીમના રાષ્ટ્રીય સ્તરના લોન્ચિંગનું વર્ચ્યુઅલ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. જિલ્લા ક્ષય અધિકારી ડો. ઝંખના વસાવાએ જણાવ્યું કે, Joint Squad for Health (JOSH) હેઠળ નર્મદાના વિવિધ તાલુકાઓમાં ખાસ ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોમાં વર્ગ-1ના અધિકારીઓ, માય ભારત સ્વયંસેવકો અને NCC કેડેટ્સનો સમાવેશ કરાયો છે, જેઓ ગ્રામીણ વિસ્તારોમાં જનજાગૃતિ અને ફિલ્ડ પ્રવૃત્તિઓ હાથ ધરશે. સરપંચો અને વિજેતાઓનું સન્માન આ સન્માન સમારોહમાં સાગબારા તાલુકાની ટીબી મુક્ત ગ્રામ પંચાયતોના સરપંચો, ટીબી સામેનો જંગ જીતનારા વિજેતાઓ તેમજ નિક્ષય મિત્રોનું બહુમાન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ સ્મિતાબેન, જિલ્લા પંચાયત સદસ્ય હેતલબેન તડવી અને તાલુકા આરોગ્ય અધિકારી ડો. એ.કે. સુમન સહિતના અગ્રણીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુપરવાઇઝરે 13 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું:ફરવા લઈ જવાના બહાને અપહરણ કરીને અવાવરુ ઝાડીઓમાં લઈ ગયો, હજીરાની કંપનીના કર્મચારીનું સુરતમાં કારસ્તાન
    Next Article
    Textile workers in Surat fight for 8-hour workdays and a weekly off

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment