Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દૃશ્યમ-3' એક અઠવાડિયામાં 383 કરોડ કમાણી:અજય દેવગનના કરિયરની બીજી મોટી બ્લોકબસ્ટર; ભારતમાં 245 કરોડ કમાયા, 'ગોલમાલ અગેઇન'ને પાછળ છોડી

    8 hours ago

    અભિષેક પાઠકના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'દૃશ્યમ 3' ભારતીય બોક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરતા એક્ટર અજય દેવગણના કરિયરની બીજી સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે. રિલીઝના માત્ર 7 દિવસમાં ફિલ્મે ભારતમાં 245.50 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કરી લીધું છે. આ સાથે જ 'દૃશ્યમ 3'એ અજય દેવગણની 'ગોલમાલ અગેન' (205.69 કરોડ) અને 'દૃશ્યમ 2' (239.67 કરોડ)ના લાઇફટાઇમ કલેક્શનને પાછળ છોડી દીધું છે. હવે ઘરેલુ નેટ કલેક્શનના મામલે આ ફિલ્મ માત્ર વર્ષ 2020માં આવેલી ફિલ્મ 'તાન્હાજી: ધ અનસંગ વૉરિયર' (279.59 કરોડ)થી પાછળ છે. વિશ્વભરમાં ફિલ્મનું કુલ ગ્રોસ કલેક્શન 383.60 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. 7 દિવસમાં વર્લ્ડવાઇડ કલેક્શન 383 કરોડને પાર ટ્રેડ વેબસાઇટ સેકનિલ્કના આંકડા મુજબ, દેશ ફિલ્મનું ગ્રોસ કલેક્શન 294.60 કરોડ રૂપિયા રહ્યું, જ્યારે ઓવરસીઝ માર્કેટમાંથી ફિલ્મે 89 કરોડ રૂપિયા મેળવ્યા છે. ગાંધી જયંતીના અવસરે 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે 62 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. ત્યારબાદ શનિવારે 53.50 કરોડ અને રવિવારે 61 કરોડ રૂપિયાની કમાણી થઈ હતી. જોકે, વીક ડેઝ શરૂ થતાં સોમવારે કલેક્શન ઘટીને 21 કરોડ રૂપિયા પર આવી ગયું, પરંતુ ફિલ્મની પકડ હજુ પણ જળવાઈ છે. 'દૃશ્યમ 2'ને પાછળ છોડી, ફ્રેન્ચાઇઝીની સૌથી સફળ ફિલ્મ 245.50 કરોડ રૂપિયાના નેટ કલેક્શન સાથે 'દૃશ્યમ 3' હવે આ ફ્રેન્ચાઇઝીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલાં વર્ષ 2022માં આવેલી 'દૃશ્યમ 2'એ 239.67 કરોડ રૂપિયાનો લાઇફટાઇમ બિઝનેસ કર્યો હતો. જ્યારે વર્ષ 2015માં રિલીઝ થયેલી આ સિરીઝની પહેલી ફિલ્મ 'દૃશ્યમ'એ માત્ર 67 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. સાતમા દિવસે ગુરુવારે ફિલ્મે ભારતમાં 13 કરોડ રૂપિયા અને ઓવરસીઝમાં 4 કરોડ રૂપિયા પોતાના ખાતામાં ઉમેર્યા છે. અજય દેવગનની ટોચની ફિલ્મોમાં બીજા નંબરે પહોંચી લીડ એક્ટર તરીકે અજય દેવગણની કારકિર્દીમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'તાન્હાજી' (279.59 કરોડ) છે. 'દૃશ્યમ 3' હવે 245.50 કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને આવી ગઈ છે. ફિલ્મે 'ગોલમાલ અગેન' (205.69 કરોડ), 'ટોટલ ધમાલ' (155.67 કરોડ), 'શૈતાન' (145.64 કરોડ) અને 'સિંઘમ રિટર્ન્સ' (140.60 કરોડ)ને પાછળ છોડી દીધા છે. જોકે, ફિલ્મ 'RRR'એ 782.20 કરોડ રૂપિયા કમાયા હતા, પરંતુ તેમાં અજય દેવગણની વિસ્તૃત ભૂમિકા હતી. 'તાન્હાજી'નો રેકોર્ડ તોડવા માટે 'દૃશ્યમ 3'ને હજુ આશરે 34 કરોડ રૂપિયાની જરૂર છે. સોલો રિલીઝનો મળશે ફાયદો, 'ઉડતા તીર'ની રિલીઝ ટળી 'દૃશ્યમ 3' માટે બીજું અઠવાડિયું પણ કમાણીની દૃષ્ટિએ ઘણું મજબૂત રહેવાની આશા છે, કારણ કે સિનેમાઘરોમાં તેની સામે કોઈ નવી હિન્દી ફિલ્મ નથી. આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની એક્શન કોમેડી ફિલ્મ 'ઉડતા તીર' 9 ઑક્ટોબરે રિલીઝ થવાની હતી, પરંતુ 'દૃશ્યમ 3'ના કલેક્શનને જોતા નિર્માતાઓએ તેની રિલીઝ તારીખ લંબાવીને 23 ઑક્ટોબર કરી દીધી છે. આથી 'દૃશ્યમ 3'ને સોલો રનનો સંપૂર્ણ લાભ મળશે. , ફિલ્મ દૃશ્યમ 3 સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો- 2 ઑક્ટોબર પછી હવે '23 જુલાઈ'નું સસ્પેન્સ!:'દૃશ્યમ-3'માં અજય દેવગન અને જયદીપ અહલાવતની ટક્કર, જાણો વિજયની ચાલ આ વખતે કેટલી ભારે પડી? 2 ઑક્ટોબરનું સત્ય ‘દૃશ્યમ’ના દરેક ચાહકને ખબર છે. પાવ ભાજી, સત્સંગ, ફિલ્મ અને પછી વિજય સાલગાંવકરની એ રમત, જેણે પોલીસને વર્ષો સુધી ગૂંચવણમાં રાખી, પરંતુ આ વખતે વાર્તા માત્ર 2 ઑક્ટોબર સુધી અટકી નથી. હવે એક બીજી તારીખ સામે આવી છે- 23 જુલાઈ. આખરે તે દિવસે વિજય ક્યાં હતો? શું થયું હતું? અને શું આ તારીખના આધારે પોલીસ વિજયે રચેલી આખી કહાનીને પલટી શકે છે? સંપૂર્ણ સમાચાર વાંચો...
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 879 અંક વધીને 72,472 પર બંધ થયો:નિફ્ટીમાં પણ 288 અંકનો ઉછાળો રહ્યો; IT અને FMCG શેરોમાં ખરીદી
    Next Article
    સુપરવાઇઝરે 13 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું:ફરવા લઈ જવાના બહાને અપહરણ કરીને અવાવરુ ઝાડીઓમાં લઈ ગયો, હજીરાની કંપનીના કર્મચારીનું સુરતમાં કારસ્તાન

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment