Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે વિરોધ કર્યો:બંધારણ અને મતાધિકારના રક્ષણ માટે વ્યારામાં 'વોટ ચોર ગાદી છોડ'ના નારા લગાવ્યા

    8 hours ago

    દેશમાં બંધારણ અને નાગરિકોના મતાધિકારના રક્ષણના મુદ્દે તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર કેન્દ્ર સરકાર દ્વારા કથિત રીતે કરવામાં આવી રહેલી સરમુખત્યારશાહી કાર્યવાહીને ભારતીય લોકશાહી માટે ગંભીર ગણાવી કોંગ્રેસે રસ્તા પર ઉતરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. તાપી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિભવ ગામીતની આગેવાની હેઠળ વ્યારા સ્થિત મિશન જકાતનાકા નજીક આવેલા ભગવાન બિરસા મુંડા સર્કલ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એકઠા થયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની ભૂમિકા સામે વાંધો ઉઠાવી તેમના રાજીનામાની માગ કરવામાં આવી હતી. પ્રદર્શનકારીઓએ હાથમાં પ્લેકાર્ડ સાથે "વોટ ચોર ગાદી છોડ" અને "જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો" જેવા બુલંદ નારાઓ લગાવી વાતાવરણ ગજવી મૂક્યું હતું. આ તબક્કે કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે, દેશમાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સંસ્થાઓની સ્વાયત્તતા ખતમ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને મત ચોરી સામે જનતામાં ભારે રોષ છે. દેશના બંધારણ અને નાગરિકોના મતાધિકારની રક્ષા માટે કોંગ્રેસ પક્ષનો એક-એક કાર્યકર આગામી દિવસોમાં પણ આંદોલન વધુ તેજ બનાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નવસારી પોલીસે ગરબા આયોજનો પર ડ્રોનથી નજર રાખી:નવરાત્રીમાં સુરક્ષા માટે હાઈટેક કવચ, અસામાજિક તત્વો પર કડક નજર
    Next Article
    રાજકોટ મનપા ફૂડ વિભાગનું 39 પેઢીઓમાં ચેકિંગ:પંજાબી પફ, ગ્રેવી અને મરચાંના નમૂના લેવાયા;રિપોર્ટ બાદ ભેળસેળ સાબિત થયે કાર્યવાહી કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment