Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપા ફૂડ વિભાગનું 39 પેઢીઓમાં ચેકિંગ:પંજાબી પફ, ગ્રેવી અને મરચાંના નમૂના લેવાયા;રિપોર્ટ બાદ ભેળસેળ સાબિત થયે કાર્યવાહી કરાશે

    7 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરભરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં દરોડા પાડી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા બે દિવસ દરમિયાન ફૂડ વિભાગની ટીમોએ જુદા-જુદા વિસ્તારોની કુલ 39 પેઢીઓમાં આકસ્મિક તપાસ કરી હતી. આ ચેકિંગ દરમિયાન કોઠારીયા રોડ આસપાસના વિસ્તારોમાંથી પંજાબી પફ, પંજાબી ગ્રેવી અને લાલ મરચાંના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થયે વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 3 શંકાસ્પદ નમૂના પૃથ્થકરણ માટે મોકલાયા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગુણવત્તા ચકાસણી માટે કોઠારીયા મેઈન રોડ સ્થિત ‘ઝેપોલી ફૂડઝ’માંથી પંજાબી પફનો 1 નમૂનો લેવાયો હતો. આ ઉપરાંત હરિધવા રોડ પર આવેલ ‘પટેલ ફેમિલી રેસ્ટોરન્ટ’માંથી લાલ મરચાં પાવડર અને પંજાબી ગ્રેવીના 2 નમૂના એકત્ર કરી પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગામી તહેવારોને ધ્યાને રાખીને મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ભેળસેળ તેમજ સ્વચ્છતા અંગે આ ચેકિંગ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે. શહેરના વિવિધ વિસ્તારોની પેઢીઓમાં તપાસ મનપાની ટીમે જંક્શન મેઈન રોડ પર આવેલ હરી વેરાયટી સ્ટોર, સ્વામિનારાયણ ફરસાણ, શિવશક્તિ સ્વીટ એન્ડ નમકીન અને સુખસાગર કોલ્ડીંક્સ સહિતની દુકાનોમાં તપાસ કરી હતી. આ ઉપરાંત ગોંડલ રોડ, રાજનગર ચોક સ્થિત રસિકભાઈ ચેવડાવાળા, શ્રીનાથજી ડેરી ફાર્મ તેમજ માલવિયા કોલેજ રોડ પર આવેલી ચામુંડા હોટલ અને જલારામ આઈસ્ક્રીમ સહિતના ખાણી-પીણીના જાણીતા સ્થળો પર દરોડા પાડીને ખાદ્યચીજોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ઝીણવટભરી ચકાસણી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    તાપી કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે વિરોધ કર્યો:બંધારણ અને મતાધિકારના રક્ષણ માટે વ્યારામાં 'વોટ ચોર ગાદી છોડ'ના નારા લગાવ્યા
    Next Article
    બનાસકાંઠામાં આશાવર્કર બહેનોએ કલેક્ટરને આવેદન આપ્યું:40 હજારથી વધુ બહેનોની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા રજૂઆત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment