Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી પોલીસે ગરબા આયોજનો પર ડ્રોનથી નજર રાખી:નવરાત્રીમાં સુરક્ષા માટે હાઈટેક કવચ, અસામાજિક તત્વો પર કડક નજર

    8 hours ago

    નવસારી જિલ્લા પોલીસે નવરાત્રીમાં સુરક્ષા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. તહેવારોમાં નાગરિકો સુરક્ષિત રીતે ગરબા માણી શકે તે માટે ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ગઈકાલે 'રાસલોક' પ્રિ-નવરાત્રી આયોજનમાં ગ્રામ્ય પોલીસે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું હતું. ડ્રોન દ્વારા ગરબાના મુખ્ય ડોમ અને ભીડવાળી જગ્યાઓની ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી હતી. આનાથી ચોરી, છેડતી અને મહિલાઓની સુરક્ષા સંબંધિત બાબતો પર કડક ચેકિંગ થઈ રહ્યું છે. પોલીસ સૂત્રો મુજબ, ડ્રોન સર્વેલન્સથી શંકાસ્પદ લોકોની હિલચાલ ટ્રેક કરી શકાશે અને અનિચ્છનીય ઘટનાઓ અટકાવી શકાશે. નવસારી પોલીસ આ વ્યવસ્થાને સમગ્ર જિલ્લામાં લાગુ કરવાની તૈયારીમાં છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી જતાં મુસાફરો ધ્યાન આપે:સાબરમતી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ રદ્દ, 10 ઓક્ટોબરે દોડશે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન
    Next Article
    તાપી કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે વિરોધ કર્યો:બંધારણ અને મતાધિકારના રક્ષણ માટે વ્યારામાં 'વોટ ચોર ગાદી છોડ'ના નારા લગાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment