Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી જતાં મુસાફરો ધ્યાન આપે:સાબરમતી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ રદ્દ, 10 ઓક્ટોબરે દોડશે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

    9 hours ago

    આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પ્રશાસન દ્વારા ટેકનિકલ અને ઓપરેશનલ કામગીરીના કારણે સાબરમતી-નવી દિલ્હી સુવર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ રદ્દ કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ મુસાફરોની વધતી ભીડને પહોંચી વળવા માટે 10 ઓક્ટોબરના રોજ સાબરમતીથી દિલ્હી વચ્ચે વિશેષ ભાડા સાથેની વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરાઈ છે. 9 ઓક્ટોબરની રાજધાની એક્સપ્રેસ રદ્દ રહેશે પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, સાબરમતીથી નવી દિલ્હી જતી સુવર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ જે 9 ઓક્ટોબરના રોજ સાબરમતીથી રવાના થવાની હતી, તે કામગીરીના કારણોસર રદ્દ રહેશે. રાજધાની એક્સપ્રેસ રદ્દ થતાં નિયમિત મુસાફરોને હાલાકી ન ભોગવવી પડે તે માટે તાત્કાલિક અસરથી ફેસ્ટિવલ ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 10 ઓક્ટોબરે રાત્રે 10.55 વાગ્યે ઉપડશે સ્પેશિયલ ટ્રેન મુસાફરોની માંગને પહોંચી વળવા માટે સાબરમતી-દિલ્હી જંકશન સ્પેશિયલ એક્સપ્રેસ 10 ઓક્ટોબર, શનિવારના રોજ રાત્રે 10.55 કલાકે સાબરમતીથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 5.25 કલાકે દિલ્હી પહોંચશે. રૂટ અને મુખ્ય સ્ટોપેજ આ વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન લોનાવલા, કલ્યાણ, વસઈ રોડ, વાપી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, જાવરા, મંદસૌર, નીમચ, નિમ્બાહેડા, ચિત્તોડગઢ, ભીલવાડા, બિજૈનગર, અજમેર, કિશનગઢ અને ફુલેરા જંકશન સહિતના મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ કરશે. કોચ કમ્પોઝિશન અને બુકિંગ વિગત મુસાફરોની તમામ ક્લાસની જરૂરિયાતોને ધ્યાને રાખીને આ ટ્રેનમાં 2 એસી ટાયર, એસી 3 ટાયર, એસી 3 ટાયર ઇકોનોમી, સ્લીપર ક્લાસ તેમજ જનરલ ક્લાસના કોચ જોડવામાં આવ્યા છે. આ ટ્રેનનું ટિકિટ બુકિંગ તમામ રેલવે પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ (PRS કાઉન્ટર) તેમજ IRCTCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં નવરાત્રિ માટે પોલીસનું મેગા પ્લાનિંગ:રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, ડોમમાં ભીડ માપવા AI કેમેરાનો ઉપયોગ થશે, 34 ગરબા મહોત્સવ અને 2 રાવણ દહન માટે અરજી
    Next Article
    નવસારી પોલીસે ગરબા આયોજનો પર ડ્રોનથી નજર રાખી:નવરાત્રીમાં સુરક્ષા માટે હાઈટેક કવચ, અસામાજિક તત્વો પર કડક નજર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment