Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં નવરાત્રિ માટે પોલીસનું મેગા પ્લાનિંગ:રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, ડોમમાં ભીડ માપવા AI કેમેરાનો ઉપયોગ થશે, 34 ગરબા મહોત્સવ અને 2 રાવણ દહન માટે અરજી

    10 hours ago

    સુરતમાં નવરાત્રિના પાવન પર્વને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ચુસ્ત આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વર્ષે નવરાત્રિ મહોત્સવના આયોજન માટે સ્પેશિયલ બ્રાન્ચમાં કુલ 25 કોમર્શિયલ તેમજ 9 નોન-કોમર્શિયલ (શેરી ગરબા) મળીને કુલ 34 આયોજનોની અરજીઓ મળી છે. આ ઉપરાંત વિજયાદશમી નિમિત્તે 2 સ્થળોએ રાવણ દહનની પણ મંજૂરી માટે અરજી કરવામાં આવી છે. તમામ અરજીઓની હાલ ચકાસણી ચાલી રહી છે. ફાયર સેફ્ટી, એન્ટ્રી-એક્ઝિટ પોઇન્ટ અને ઇલેક્ટ્રિક સેફ્ટીના જરૂરી એનઓસી (NOC) અને પ્રમાણપત્રો મેળવ્યા બાદ જ આખરી પરવાનગી આપવામાં આવશે. રાત્રે 12 વાગ્યા સુધી જ લાઉડસ્પીકરની મંજૂરી ખેલૈયાઓ અને આયોજકો માટે ગરબાના સમય અંગે સ્પષ્ટતા કરતાં પોલીસ વિભાગે જણાવ્યું છે કે સરકારશ્રીના ધારાધોરણ અને નોઇઝ પોલ્યુશનના નિયમો અનુસાર રાત્રે 12:00 વાગ્યા સુધી જ લાઉડસ્પીકર અને ગરબા રમવાની છૂટ રહેશે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અત્યારે સરકારના જે ધારાધોરણ મુજબ નોઇઝ પોલ્યુશનના નિયમ હેઠળ રાત્રે 12:00 વાગ્યા સુધીની પરમિશન આપવામાં આવશે. જો સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ કોઈપણ ગરબા આયોજનમાં અવાજનું પ્રદૂષણ ચાલુ રહેશે કે નિયમભંગની ફરિયાદ મળશે તો પોલીસ દ્વારા કાયદાકીય જોગવાઈ મુજબ અત્યંત કડક પગલાં ભરવામાં આવશે. ડોમમાં ક્ષમતા કરતાં વધુ ભીડ પર AI કેમેરાથી મોનિટરિંગ કરાશે મોટા ગરબા મહોત્સવ અને ડોમની અંદર નિર્ધારિત ક્ષમતા કરતાં ડબલ કે ત્રણ ગણી ભીડ એકત્રિત થવાની ફરિયાદો સામે સુરત પોલીસે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. આયોજન સ્થળો પર ક્રાઉડ મેનેજમેન્ટ માટે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત કેમેરા તહેનાત કરવામાં આવશે. કંટ્રોલ રૂમ અને સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા આ AI કેમેરાની મદદથી સતત નજર રાખવામાં આવશે જેથી જગ્યાની ક્ષમતા કરતાં વધુ લોકો અંદર ન પ્રવેશે. જો કોઈ આયોજક ક્ષમતા કરતાં વધુ પાસનું વેચાણ કરીને વધુ ભીડ એકઠી કરશે, તો તેમની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા નિવારવા સોશિયલ મીડિયા પર અલ્ટરનેટ રૂટ જાહેર થશે મોટા ગરબાઓના સ્થળે વાહનોના આડેધડ પાર્કિંગને કારણે સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ માટે પણ ખાસ કવાયત હાથ ધરાઈ છે. ડીસીપી અને એડિશનલ કમિશનર ઓફ પોલીસ કક્ષાના અધિકારીઓએ જાતે મોટા ગરબાના પાર્કિંગ સ્થળોની સમીક્ષા કરી છે અને આયોજકોને પાર્કિંગની વધુ જગ્યા ફાળવવા આદેશ આપ્યા છે. ઇન્ચાર્જ સીપી વાબાંગ ઝમીરે ઉમેર્યું હતું કે,મુખ્ય માર્ગો પર ટ્રાફિક કન્જેશન ન થાય તે માટે ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સોશિયલ મીડિયા ફીડ અને વેબસાઇટના માધ્યમથી નાગરિકોને અલ્ટરનેટ રૂટની સંપૂર્ણ જાણ કારી આપવામાં આવશે. આ ઉપરાંત આયોજકો સાથે સતત સંકલન રાખી સંવેદનશીલ મુદ્દાઓને કાયદાના દાયરામાં રહીને ઉકેલવામાં આવી રહ્યા છે. સુરક્ષા માટે 6 હજારથી વધુ પોલીસકર્મીઓ-અર્ધલશ્કરી દળો તહેનાત શહેરમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસે જંગી કાફલો મેદાનમાં ઉતાર્યો છે. નવરાત્રિ બંદોબસ્તમાં કુલ 15 ડીસીપી, 20 એસીપી, 60 પોલીસ ઇન્સ્પેક્ટર, 158 પીએસઆઈ, 2800 પોલીસ કોન્સ્ટેબલ્સ, એસઆરપીની 3 કંપનીઓ, 1500 હોમગાર્ડ અને 1400 ટીઆરબી જવાનો સહિત 6000થી વધુ પોલીસ ફોર્સ તહેનાત રહેશે. મોટા ગરબા સ્થળો ઉપર સતત ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT), પીસીઆર વાન અને બાઇક પેટ્રોલિંગ ચાલુ રહેશે. ફરજ પરના જવાનો બોડી વોર્ન કેમેરાથી સજ્જ રહેશે તેમજ અવાવરું અને અંધારાવાળા વિસ્તારોમાં 'અસ્કા લાઇટ' ગોઠવવામાં આવશે. ટ્રેડિશનલ ડ્રેસમાં 40 'શી' ટીમ રોમિયો પર બાજ નજર રાખશે ગરબા ગ્રાઉન્ડમાં મહિલાઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ માટે અંદાજે 40 જેટલી વિવિધ 'શી' (SHE) ટીમો ટ્રેડિશનલ ડ્રેસ (ચણિયાચોળી) પહેરીને ખેલૈયાઓની વચ્ચે ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહેશે અને અસામાજિક તત્વો કે છેડતી કરનારાઓ પર બાજ નજર રાખશે. ડીસીપી સ્તરે તેમજ એસઓજી (SOG) દ્વારા સતત સઘન ચેકિંગ કરવામાં આવશે. સાથોસાથ, સાઇબર સેલ દ્વારા સોશિયલ મીડિયા પર ચોવીસે કલાક વોચ રાખવામાં આવી રહી છે, જેથી કોઈ અસામાજિક તત્વ ધાર્મિક લાગણી દુભાવતી પોસ્ટ મૂકી શહેરનો માહોલ ન બગાડે. બહેન-દીકરીઓ માટે હેલ્પલાઇન '112' પર સુરક્ષિત વ્યવસ્થા મોડી રાત્રે ગરબા રમીને એકલા ઘરે પરત ફરતી મહિલાઓ, યુવતીઓ અને દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સુરત પોલીસે એક વિશેષ સેવા શરૂ કરી છે. જો કોઈપણ બહેન-દીકરીને રાત્રિ દરમિયાન એકલા ઘરે જવામાં અસલામતી લાગે કે વાહન ન મળવા જેવી કોઈ તકલીફ જણાય, તો તેઓ તુરંત પોલીસ હેલ્પલાઇન નંબર 112 પર સંપર્ક કરી શકે છે. કૉલ મળતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તેમને સન્માનપૂર્વક અને સુરક્ષિત રીતે તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરશે.
    Click here to Read More
    Previous Article
    સ્નાન કરાવતી વખતે વહુએ સાસુને તમાચા માર્યા:જામા મસ્જિદનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો, રાહુલ ગાંધી પર ભડક્યા ગિરિરાજસિંહ, બોલેરો અને ટ્રકની ટક્કરમાં સાતના મોત
    Next Article
    દિલ્હી જતાં મુસાફરો ધ્યાન આપે:સાબરમતી-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ રદ્દ, 10 ઓક્ટોબરે દોડશે વન-વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment