Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વખતે વહુએ લાફા ઝીંક્યા:સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુળની છત પરનો બનાવ, પોલીસ મથકમાં કહ્યું- ગુસ્સામાં હાથ ઉપડી ગયો

    17 hours ago

    સુરતના સરથાણામાં આવેલા સીમાડા ગામ નજીક સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળની છત પર એક પુત્રવધૂ પોતાની વૃદ્ધ સાસુને સ્નાન કરાવવા દરમિયાન માર મારી રહી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયો સામે આવતાં જ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો, જેને પગલે સરથાણા પોલીસે ત્વરિત પગલાં ભરી દંપતીને પોલીસ મથકે બોલાવી પૂછપરછ હાથ ધરી છે. સરથાણા પોલીસ મથકમાં મહિલાએ કહ્યું કે, આવેશમાં આવીને હાથ ઉપડી ગયો હતો. હું માફી માગું છું. પાડોશીએ મોબાઇલમાં કરતૂત કેદ કરી સીમાડા ગામમાં આવેલી સ્વામિનારાયણ ગુરુકુળની બાજુમાં જ એક પ્રાઈવેટ બિલ્ડિંગ આવેલી છે. ગુરુકુળની છત પર એક મહિલા વૃદ્ધાને નવડાવી રહી હતી, તે દરમિયાન મહિલાએ અચાનક વૃદ્ધા પર હાથ ઉપાડી લાફા મારવાનું શરૂ કરી દીધું હતું. બાજુની બિલ્ડિંગમાં રહેતા એક જાગૃત નાગરિકે આ ક્રૂરતા જોતાં તુરંત જ સમગ્ર ઘટનાનો વીડિયો મોબાઇલમાં કેદ કરી લીધો હતો. તપાસ કરતાં ગુરુકુળના પ્યુનનો પરિવાર હોવાનું ખૂલ્યું વીડિયો વાયરલ થતાં જ સરથાણા પોલીસ દોડતી થઈ હતી અને તપાસ માટે ગુરુકુળ પહોંચી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગુરુકુળમાં પ્યુન તરીકે નોકરી કરતો યુવક પરિવાર સાથે છત પર આવેલા રૂમમાં રહે છે. વીડિયોમાં દેખાતી વૃદ્ધા પ્યુનની માતા છે અને તેની સાથે ગેરવર્તન કરી માર મારનાર મહિલા તેની પુત્રવધૂ કિરણબેન છે. પોલીસે ઘટનાની ગંભીરતા સમજી તુરંત જ પુત્ર અને પુત્રવધૂને પોલીસ સ્ટેશને બોલાવ્યા હતા. ‘સાસુ માનસિક અસ્વસ્થ છે, આવેશમાં આવીને હાથ ઉપડી ગયો’ સરથાણા પોલીસ મથકે પૂછપરછ દરમિયાન કિરણે કહ્યું હતું કે, છેલ્લાં બે વર્ષથી સાસુની સેવા કરી રહી છું. સાસુની માનસિક સ્થિતિ સારી ન હોવાથી સારા-નરસાનું ભાન રહેતું નથી અને તેઓ કપડામાં જ હાજત કરી દેતા હોય છે. છેલ્લાં ચાર દિવસથી તેઓ સ્નાન કરવાનો સતત ઇનકાર કરી રહ્યા હતા, જેથી તેને બળજબરીપૂર્વક સ્નાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે સાસુ નહાવા દેતા ન હોવાથી હું આવેશમાં આવી ગઈ હતી અને આ પ્રકારનું અશોભનીય વર્તન કરી બેઠી હતી. હું પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માંગુ છું.
    Click here to Read More
    Previous Article
    મનપાનાં ફૂડ વિભાગનું 39 પેઢીઓમાં ચેકીંગ:રાજકોટનાં કોઠારીયા રોડ આસપાસનાં વિસ્તારોમાંથી પંજાબી પફ, પંજાબી ગ્રેવી અને લાલ મરચાનાં નમુના લેવાયા, રિપોર્ટ બાદ ભેળસેળ સાબિત થયે કાયદેસરની કાર્યવાહી કરાશે
    Next Article
    લાલપુરના હરીપર ગામે 77મો વનમહોત્સવ ઉજવાયો:વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ગુજરાતનો સંદેશ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment