Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનાં ફૂડ વિભાગનું 39 પેઢીઓમાં ચેકીંગ:રાજકોટનાં કોઠારીયા રોડ આસપાસનાં વિસ્તારોમાંથી પંજાબી પફ, પંજાબી ગ્રેવી અને લાલ મરચાનાં નમુના લેવાયા, રિપોર્ટ બાદ ભેળસેળ સાબિત થયે કાયદેસરની કાર્યવાહી કરાશે

    9 hours ago

    રાજકોટ મહાપાલિકાના ફુડ વિભાગ દ્વારા શહેરભરમાં ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીનું સતત ચેકીંગ કરાઈ રહ્યું છે. જે અંતર્ગત છેલ્લા બે દિવસમાં ફૂડ વિભાગ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં કુલ 39 પેઢીઓમાં ચેકીંગ કરાયું હતું. આ પૈકી કોઠારીયા રોડ આસપાસનાં વિસ્તારોમાંથી પંજાબી પફ, પંજાબી ગ્રેવી અને લાલ મરચાનાં નમુના લેવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થશે તો વેપારી સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આગામી તહેવારોને લઈ આ ચેકીંગને વધુ સઘન કરવામાં આવશે. જેમાં ખાસ કરીને મીઠાઈનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ભેળસેળ અને સ્વચ્છતા સહિતની ચકાસણી કરવામાં આવશે. પ્રાપ્ત વિગત મુજબ ફૂડ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી 39 જેટલી ખાણી-પીણી અને કરિયાણાની પેઢીઓમાં આકસ્મિક તપાસ અને ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ ગુણવત્તા ચકાસણી માટે કુલ 3 શંકાસ્પદ ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરી પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ ભેળસેળ સાબિત થશે તો એજ્યુડીકેશન મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમૂનાઓની વિગતવાર વાત કરીએ તો, કોઠારીયા મેઈન રોડ પર નીલકંઠ સિનેમા બિલ્ડીંગ, મેહુલ નગર શેરી નંબર-2 ના ખૂણે આવેલ 'ઝેપોલી ફુડઝ (સ્ટોર)' માંથી 1 પંજાબી પફ (પ્રિપેર્ડ ફુડ લૂઝ)નો નમૂનો લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત હરિધવા રોડ પર નંદા હોલ પાસે, સુભાષનગર કો.ઓપ. હા. સોસાયટીમાં આવેલ સર્વે નંબર 304, પ્લોટ નંબર 11/3 સ્થિત 'પટેલ ફેમિલી રેસ્ટોરન્ટ' માંથી (1) લાલ મરચાં પાઉડર (લૂઝ) તથા (2) પંજાબી ગ્રેવી (પ્રિપેર્ડ ફુડ લૂઝ) એમ કુલ 2 શંકાસ્પદ નમૂનાઓ એકત્ર કરીને પૃથ્થકરણ માટે લેબોરેટરી ખાતે રવાના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મનપાના ફુડ વિભાગની ટીમ દ્વારા શહેરના જંક્શન મેઈન રોડ પર સ્થિત હરી વેરાયટી સ્ટોર, દવાઈ ઈન્ડિયા ફાર્મસી, ભારમલ સ્ટોર, મહાવીર એન્ટરપ્રાઈઝ, ભાગ્યલક્ષ્મી સેલ્સ એજન્સી, ભગવતી એન્ટરપ્રાઈઝ, સ્વામિનારાયણ ફરસાણ, શિવશક્તિ સ્વીટ એન્ડ નમકીન, બર્ગર ભાઈ, ધ ડેઝર્ટ સ્ટુડિયો, સુખસાગર કોલ્ડીંક્સ અને બજરંગ પાન જેવી દુકાનો તથા સ્ટોર્સમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ સાથે જ ગોંડલ રોડ પર પટેલ કન્યા છાત્રાલય પાછળના વિસ્તારમાં આવેલ શ્રીજી એન્ટરપ્રાઈઝ, ચામુંડા ફાસ્ટ ફુડ, ક્રિષ્ના પાણીપુરી, મારુતિ પાન અને શ્રીરામ સેલ્સ એજન્સી ખાતે પણ ખાસ તપાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. વધુમાં, રાજનગર ચોકમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ તરફના માર્ગ પર જાણીતી પેઢી રસિકભાઈ ચેવડાવાળા, જય દ્રારકાધીશ કોલ્ડીંક્સ, શ્રીનાથજી ડેરી ફાર્મ, દેવાશી મેડિસિન, મોમાઈ આઈસકીમ, જય ગુરુદેવ વસ્તુ ભંડાર (જંક્શન મેઈન રોડ), સતનામ જનરલ સ્ટોર, ગુરુકૃપા ચાઈનીઝ પંજાબી, મહાલક્ષ્મી સેલ્સ એજન્સી, વાહેગુરુ સેલ્સ એજન્સી, અંબિકા નમકીન, ઘનશ્યામ ફાસ્ટ ફુડ, સ્વીકાર રેસ્ટ્રો, બજરંગ મેડિકલ સ્ટોર અને ગાયત્રી સેલ્સ એજન્સીમાં તપાસ કરવામાં આવી હતી. તે સિવાય માલવિયા કોલેજ રોડ પર ગરબી ચોક પાસે આવેલ ક્રિષ્ણા ડિલક્સ, ચામુંડા હોટલ, જલારામ ગોલા, જલારામ આઈસ્કીમ એન્ડ કેન્ડી, બાલાજી દાળ પકવાન તેમજ આશાપુરા દાળ પકવાન સહિતના જાણીતા ખાણી-પીણીના સ્થળો પર દરોડા પાડીને સ્વચ્છતા તથા ખાદ્યચીજોની ગુણવત્તા અંગે ચકાસણી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વરાછામાં પારિવારિક કંકાસનો કરુણ અંજામ:પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ પતિએ આપઘાતમાં ખપાવવાનો કારસો રચ્યો, પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યો
    Next Article
    વૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વખતે વહુએ લાફા ઝીંક્યા:સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુળની છત પરનો બનાવ, પોલીસ મથકમાં કહ્યું- ગુસ્સામાં હાથ ઉપડી ગયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment