Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશુ સંરક્ષણ ગુનાના બે વોન્ટેડ આરોપી ઝડપાયા:પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં પકડ્યા

    16 hours ago

    પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે પશુ સંરક્ષણ ગુનામાં નાસતા ફરતા બે વોન્ટેડ આરોપીઓને પકડ્યા છે. આ બંને આરોપીઓ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતા. તેમને પકડીને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યા. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાતની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચાલી રહી છે. આ દરમિયાન, પેરોલ-ફર્લો સ્કવોર્ડને બાતમી મળી હતી. તેના આધારે જાવેદભાઈ અબ્બાસભાઈ પઠાણ (રહે. પીઠઈ નારતળાવ, કઠલાલ, ખેડા) અને જાકીર નબીભાઈ કુરેશી (રહે. હુસેની ચોક, કસાઈવાડા, કઠલાલ, ખેડા) ને તેમના ઘરેથી પકડવામાં આવ્યા. આ સમગ્ર કાર્યવાહી પેરોલ-ફર્લો સ્કવોર્ડના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ. વાઘેલાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. જે.ડી. તરાલ અને સ્કવોર્ડના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ધ્રોલ નજીક બાઈક-સરકારી કાર અકસ્માતમાં મહિલાનું મોત:જામનગર-રાજકોટ હાઈવે પર જિલ્લા પંચાયત પ્રમુખની કારે બૂલેટને ઉલાળ્યું
    Next Article
    બોટાદના 9 ડેમમાં માત્ર 30% પાણી, શિયાળુ પાક પર સંકટ:ચણા, ઘઉં, જીરૂ અને વરીયાળીના વાવેતરને અસર થવાની ખેડૂતોને ચિંતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment