Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રોલ નજીક બાઈક-સરકારી કાર અકસ્માતમાં મહિલાનું મોત:જામનગર-રાજકોટ હાઈવે પર જિલ્લા પંચાયત પ્રમુખની કારે બૂલેટને ઉલાળ્યું

    16 hours ago

    જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક બાઈક અને જામનગર જિલ્લા પંચાયત પ્રમુખની સરકારી કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક પર પાછળ બેઠેલી મહિલાનું મોત થયું હતું, જ્યારે બાઈકચાલકને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતમાં ભાનુભાઈ મનુભાઈ કણજારિયા અને તેમનાં પત્ની દયાબેન કણજારિયા ઘાયલ થયા હતા. ગંભીર ઈજાઓને કારણે દયાબેનનું સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ થયું હતું. ભાનુભાઈને ગંભીર હાલતમાં ધ્રોલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટનાની જાણ થતાં જ જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી સહિત ભાજપના આગેવાનો ધ્રોલની સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. ધ્રોલ પોલીસના હેડ કોન્સ્ટેબલ ચંદુભા જાડેજા ઘટનાસ્થળે અને પછી હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જ્યોત્સ્નાબેન વ્યાસની પુણ્યતિથિએ હનુમાન ચાલીસા પાઠ અને રામધૂન યોજાઈ:જામનગરમાં હરિત વ્યાસ પરિવારે સિતારામ ધૂન મંડળ સાથે કાર્યક્રમ કર્યો
    Next Article
    પશુ સંરક્ષણ ગુનાના બે વોન્ટેડ આરોપી ઝડપાયા:પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં પકડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment