Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના 9 ડેમમાં માત્ર 30% પાણી, શિયાળુ પાક પર સંકટ:ચણા, ઘઉં, જીરૂ અને વરીયાળીના વાવેતરને અસર થવાની ખેડૂતોને ચિંતા

    15 hours ago

    બોટાદ જિલ્લામાં ઓછા વરસાદને કારણે શિયાળુ પાક પર સંકટ. જિલ્લાના 9 ડેમોમાં હાલ સરેરાશ માત્ર 30 ટકા પાણી છે. આથી ચણા, ઘઉં, જીરૂ અને વરીયાળી જેવા પાકના વાવેતરને અસર થવાની ચિંતા છે. ખેડૂતો શિયાળુ પાક માટે પૂરતા સિંચાઈના પાણીની માંગ સાથે સૌની યોજના હેઠળ ડેમો ભરવા અપીલ કરી રહ્યા છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર જેશીગભાઈ સુવરે જણાવ્યું કે, 9 ડેમોમાં સરેરાશ 30 ટકા પાણી છે. શિયાળુ પાકને 8 પિયતની જરૂર હોય છે, પણ હાલના પાણીથી 3 પિયત જ શક્ય છે. સુખભાદર, ગોમા, કાનિયાડ, ખાંભડા, ગુંદા, માલપરા, લીંબાળી, ઘેલો ઈતરીયા અને ભીમદાડ સહિત 9 ડેમ છે. કુલ કમાન્ડ વિસ્તાર 20 હજાર હેક્ટર છે. ખાંભડા અને લીંબાળી ડેમ ભરાયા છે, પણ નર્મદા કમાન્ડમાં હોવાથી અન્ય વિસ્તારને પાણી આપી શકાતું નથી.
    Click here to Read More
    Previous Article
    પશુ સંરક્ષણ ગુનાના બે વોન્ટેડ આરોપી ઝડપાયા:પંચમહાલ પેરોલ-ફર્લો સ્કવોર્ડે ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં પકડ્યા
    Next Article
    Gir National Park Reopens Early for Tourists | પ્રવાસીઓ માટે આજથી ગીર અભ્યારણ ખુલ્લુ મુકાયું|News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment