Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદથી અબાસણા સુધી મા મેલડી માતાજીની પદયાત્રા શરૂ:પટેલ પરિવારે આયોજન કર્યું, ભક્તો ડીજેના તાલે જય માતાજીના નાદ સાથે આગળ વધશે

    8 hours ago

    અમદાવાદના જાસપુર વિસ્તારના શિલ્પગ્રામ-1 ખાતેથી 8 ઓક્ટોબર, 2026, ગુરુવારે સાંજે મા મેલડી માતાજીના ભક્તોની પદયાત્રાનો પ્રારંભ થયો. આ યાત્રા અમદાવાદથી અબાસણા ગામ સ્થિત શ્રી મેલડી માતાજીના મંદિર સુધી જશે. કડવા પાટીદાર સમાજના કીરીટભાઈ પટેલ (દેવગઢ) અને પંકજભાઈ પટેલ (દેવગઢ) દ્વારા તેનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને બાળકો યાત્રામાં જોડાયા. પ્રારંભે ધજાનું પૂજન કરાયું અને ડ્રોન દ્વારા પુષ્પવર્ષા સાથે માતાજીના રથનું સ્વાગત થયું. ભક્તોએ ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રે ઉત્સાહભેર યાત્રા શરૂ કરી. પદયાત્રા દરમિયાન ડીજેના તાલે ભક્તિગીતો વાગશે અને ભક્તો 'જય માતાજી'ના નાદ સાથે આગળ વધશે. આયોજકોએ પદયાત્રીઓ માટે શુદ્ધ ભોજન પ્રસાદ, ચા-કોફી અને નાસ્તાની વ્યવસ્થા પણ કરી છે. આ પદયાત્રાના સમાપન પ્રસંગે આસો સુદ એકમના દિવસે બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં અબાસણા મંદિરના શિખર પર ધજા ચઢાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    SP-SG હાઇવે પર 3 વાગ્યા સુધી પોલીસ તૈનાત રહેશે:નવરાત્રિમાં YMCથી કર્ણાવતીનો રોડ શરૂ થઈ જશે, શહેરમાં રાત્રે 2 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ
    Next Article
    વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ વિશેષ:થાકીને બેહાલ ન થાઓ, બસ આને અપનાવો -ગુરુદેવ શ્રી રવિશંકર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment