Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SP-SG હાઇવે પર 3 વાગ્યા સુધી પોલીસ તૈનાત રહેશે:નવરાત્રિમાં YMCથી કર્ણાવતીનો રોડ શરૂ થઈ જશે, શહેરમાં રાત્રે 2 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ

    7 hours ago

    નવરાત્રિમાં મોડી રાત્રે પણ ટ્રાફિકની સમસ્યાનો સામનો નાગરિકોને કરવો ન પડે તેના માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આયોજન કરાયું છે. સરખેજ ગાંધીનગર હાઇવે અને સરદાર પટેલ રિંગ રોડ પરના તમામ જંકશન પર રાત્રે 3 વાગ્યા સુધી પોલીસ હાજર રહેશે. તમામ ટ્રાફિક પોલીસ કર્મચારીઓની શિફટના સમયમાં પણ બેથી ત્રણ કલાકનો વધારો કરવામાં આવશે, જેથી દિવસે અને રાત્રે શહેરમાં ટ્રાફિકની સમસ્યા રહેશે નહીં. એસ. જી. હાઇવે પર YMCથી કર્ણાવતી ક્લબ તરફના રોડનું કામ તેજ કરવામાં આવ્યું છે. પ્રથમ નવરાત્રિની રાત્રે આ રોડ વાહન-વ્યવહાર માટે શરૂ કરી દેવાશે. પોલીસે કેટલાક સ્પોટ આઇડેન્ટીફાય કર્યા અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ જેસીપી અશ્વિન ચૌહાણએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, નવરાત્રિમાં નાગરિકોને ટ્રાફિક સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ટ્રાફિક પોલીસ રોડ ઉપર રહેશે. આ ઉપરાંત સ્થાનિક પોલીસની પણ મદદ લેવાશે. સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઇવે પરના તમામ જંકશન ઉપર અને કેટલાક ટ્રાફિક જંકશન અમે આઇડેન્ટીફાય કરેલા છે, જ્યાં વધુ ટ્રાફિક થશે ત્યાં પોલીસના જવાનો હાજર રહેશે. ભારે વાહનો પર રાત્રે બે વાગ્યા સુધી પ્રતિબંધ ખાસ કરીને રોડ ઉપર જ્યાં વાહન પાર્કિંગ કરવામાં આવશે ત્યાં કાર્યવાહી કરાશે. શહેરમાં રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહન ઉપર પ્રતિબંધ છે, પરંતુ 11 ઓક્ટોબરથી 20 ઓક્ટોબર સુધી અમદાવાદ શહેરમાં ભારે વાહનો ઉપર રાત્રે 10:00 વાગ્યાની જગ્યાએ બે વાગ્યા સુધી પ્રતિબંધ રાખવામાં આવશે, જેથી એસપી રિંગ રોડ અને એસ. જી. હાઇવે સહિતના રોડ ઉપર મોટા ભારે વાહનો જેમકે ડમ્પર, ટ્રકો, મોટી લક્ઝરી બસો વગેરે ઉપર રાત્રે 2 વાગ્યા સુધી પ્રતિબંધ રહેશે. બે વાગ્યા બાદ જ મોટા ભારે વાહનો શહેરમાં પ્રવેશ કરી શકશે. મોટા ગરબાના સ્થળોએ 3 વાગ્યા સુધી પોલીસ તૈનાત રહેશે જ્યાં મોટા કલાકારો અને વધારે પ્રમાણમાં લોકો ગરબા રમવા માટે આવનાર છે, એવા સ્થળો ઉપર પણ ટ્રાફિકજામ ન થાય તેના માટે થઈને પોલીસ રાખવામાં આવશે. ખાસ કરીને એસજી હાઇવે પર વધુ ટ્રાફિક થવાની સંભાવના હોવાના પગલે વાયએમસીએ, કર્ણાવતી ક્લબ, ઉજાલા સર્કલ, વાયએમસીએથી એસપી રિંગ રોડ તરફ જવાનો રોડ, એસપી રિંગ રોડ, ઓગણજ સર્કલ અને વૈષ્ણોદેવી સર્કલ આ તમામ જગ્યાઓ ઉપર મોટા પ્રમાણમાં ગરબા થવાના હોવાથી આ વિસ્તારોમાં મોડી રાત્રે ત્રણ વાગ્યા સુધી પોલીસ હાજર રહેશે. YMCથી કર્ણાવતીનો રોડ શરૂ કરાશે ખાસ કરીને એસ. જી. હાઇવે ઉપર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેશે અને ટ્રાફિક રહેશે. હાલમાં બ્રિજની કામગીરી ચાલી રહી છે, ત્યારે વાય. એમ. સી.એ ક્લબથી કર્ણાવતી ક્લબ તરફનો નીચેનો રોડ જે બંધ કરવામાં આવ્યો હતો, તે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર સાથે રહીને બે દિવસમાં પૂરો કરવા માટે જણાવવામાં આવ્યું છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પણ પણ આ રૂટની વિઝિટ કરી હતી. બે દિવસમાં 1.5 કિલોમીટરનો રોડ બનીને તૈયાર થઈ જશે, ત્યારબાદ રોડ પ્રથમ નવરાત્રિએ શરૂ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સરપંચે TDO સાહેબને ખખડાવ્યા, VIDEO:ખાટલામાં સૂતાં-સૂતાં હકાભાએ ગુગલનાં જેમિનિ મેડમને ગોથે ચડાવ્યાં, ધગધગતી મશાલમાં પાટીલનો હાથ અડી ગયો
    Next Article
    અમદાવાદથી અબાસણા સુધી મા મેલડી માતાજીની પદયાત્રા શરૂ:પટેલ પરિવારે આયોજન કર્યું, ભક્તો ડીજેના તાલે જય માતાજીના નાદ સાથે આગળ વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment