Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીનો આપઘાતનો પ્રયાસ:ચોથા માળેથી કૂદતાં એમ્બ્યુલન્સ ચાલક પર પડ્યો, ઇજાગ્રસ્ત દર્દીએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો, દર્દીને ગંભીર ઈજા, એમ્બ્યુલન્સ ચાલકની કમરના મણકા તૂટતાં સારવાર હેઠળ

    7 hours ago

    વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 33 વર્ષીય હિતેશ રોહિતે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે. કિશનવાડીના શાસ્ત્રીનગરનો રહેવાસી હિતેશ પોતાના ઘરે હાથમાં બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેણે ફરીથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હિતેશને તેની પત્ની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ આવી હતી. તાત્કાલિક સારવાર વિભાગમાં NCOT સર્જરી હેઠળ તેની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન હિતેશ ત્યાંથી ભાગીને હોસ્પિટલની ઇમારતના ચોથા માળે પહોંચી ગયો હતો. ત્યારબાદ તેણે ચોથા માળેથી નીચે પડતું મૂક્યું હતું. હિતેશ ચોથા માળેથી નીચે પડતાં ત્યાં ઊભેલા એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશ પર પડ્યો હતો. આ ઘટનામાં હિતેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશને પણ કમરના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને તેના મણકા તૂટી ગયા હતા. ઇજાગ્રસ્ત એમ્બ્યુલન્સ ચાલકને સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. 33 વર્ષીય હિતેશે એક જ દિવસમાં બે વખત આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે અંગેનું કારણ હજુ અકબંધ છે. સમગ્ર ઘટનાને પગલે રાવપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હિતેશ માનસિક રીતે અસ્વસ્થ થઈ જતાં સવારે પોતાના હાથે બ્લેડ મારી નસ કાપી નાખી હતી. તેઓ પરિણિત છે અને તેમને એક પુત્રી પણ છે. તેઓ કોઈ કામ-ધંધો કરતા ન હતા. છેલ્લા બે દિવસથી તેઓ એવું કહેતા હતા કે "મારે ઘરમાં નથી આવવું, મને બે-ત્રણ જણા દેખાય છે". ઘરમાં કોઈ વિવાદ કે ઝઘડો થયો ન હોવા છતાં તેમણે આ પગલું ભર્યું હતું. જ્યારે તેમના પરિજનો તેમને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા, ત્યારે તેઓ અચાનક દોડીને લિફ્ટમાં જતા રહ્યા હતા. લિફ્ટમાંથી બહાર કાઢતાં જ તેઓ દાદરા ચડીને ત્રીજા માળેથી નીચે કૂદી પડ્યા હતા. આ ઘટનામાં તેમના હાથમાં બ્લેડ વાગવા ઉપરાંત ઉપરથી પડવાના કારણે પગ ભાંગી ગયો છે અને ગંભીર ઈજાઓ પહોંચી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં પ્રદર્શનને પગલે ગુજરાત રેલ વ્યવહાર પ્રભાવિત:મુંબઈ-દિલ્હી રાજધાની સહિત 2 ટ્રેન 5 કલાક મોડી, બાંદ્રા યુવા એક્સપ્રેસ સહિત 5 ટ્રેન રદ
    Next Article
    વેરાવળ-પાટણ નગરપાલિકાએ 365 સફાઈકર્મચારીને ગણવેશ આપ્યા:મહિલાઓને બે જોડી સાડી, પુરુષોને સફારી સૂટ; આરોગ્ય અને કાર્યક્ષમતા વધારવા પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment