Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં પ્રદર્શનને પગલે ગુજરાત રેલ વ્યવહાર પ્રભાવિત:મુંબઈ-દિલ્હી રાજધાની સહિત 2 ટ્રેન 5 કલાક મોડી, બાંદ્રા યુવા એક્સપ્રેસ સહિત 5 ટ્રેન રદ

    8 hours ago

    દિલ્હીમાં મોટા પાયાના વિરોધ પ્રદર્શનને કારણે નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન આસપાસ ભારે રોડ ટ્રાફિક જામ થવાની શક્યતાને જોતાં રેલવે પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. રેલવે બોર્ડના આદેશ બાદ પશ્ચિમ રેલવે દ્વારા સુરત થઈને દિલ્હી તરફ દોડતી પ્રીમિયમ ટ્રેનોના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે કેટલીક મહત્વની ટ્રેનોને સંપૂર્ણપણે રદ કરી દેવાતાં સુરત અને ગુજરાતના સેંકડો મુસાફરોને અસર થશે. રાજધાની અને ઓગસ્ટ ક્રાંતિ 5 કલાક રિ-શિડ્યુલ પશ્ચિમ રેલવેના કંટ્રોલ બોર્ડ અનુસાર, મુંબઈ સેન્ટ્રલથી ઉપડી સુરત થઈને દિલ્હી જતી ટ્રેન નંબર 12951 મુંબઈ સેન્ટ્રલ–નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ અને ટ્રેન નંબર 12953 મુંબઈ સેન્ટ્રલ–હઝરત નિઝામુદ્દીન ઓગસ્ટ ક્રાંતિ તેજસ રાજધાની એક્સપ્રેસને 5 કલાક મોડી દોડાવવાનો નિર્ણય લેવાયો છે. સાંજની બંને મુખ્ય ટ્રેનો રિ-શિડ્યુલ થવાને કારણે સુરત રેલવે સ્ટેશને દિલ્હી જવા માટે રાહ જોઈ રહેલા મુસાફરોને પ્લેટફોર્મ પર લાંબો સમય વિતાવવો પડશે. બાંદ્રા-નિઝામુદ્દીન યુવા એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રિ-શિડ્યુલિંગ ઉપરાંત બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર 12247 બાંદ્રા–હઝરત નિઝામુદ્દીન યુવા એક્સપ્રેસને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આ ટ્રેન સુરતથી પસાર થતી હોવાથી સુરતના અસંખ્ય વેપારીઓ અને દિલ્હી તરફ જતા નિયમિત મુસાફરોનું બુકિંગ રદ થતાં અફરાતફરી સર્જાઈ છે. અચાનક ટ્રેન રદ થવાના પગલે સુરત સ્ટેશનના પીઆરએસ કાઉન્ટર પર રિફંડ મેળવવા મુસાફરોની ભીડ વધવાની શક્યતા છે. સાબરમતી અને ઇન્દોરથી દિલ્હી જતી 4 ટ્રેનો પણ કેન્સલ પશ્ચિમ મંડળમાંથી દિલ્હી તરફ જતી અન્ય ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. જેમાં સાબરમતી–નવી દિલ્હી સ્વર્ણ જયંતિ રાજધાની (12957), ઇન્દોર–નવી દિલ્હી એક્સપ્રેસ (12415), ઇન્દોર–નિઝામુદ્દીન સ્પેશિયલ (09309) તેમજ મહૂ (DADN)–નવી દિલ્હી સુપરફાસ્ટ (20155) નો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનો 9 ઓક્ટોબરના રોજ ઉપડનારી હતી, જેને દિલ્હીમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જવાના ડરે રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સ્ટેશનોને તાત્કાલિક અસરથી એલર્ટ કરાયા આ નિર્ણય અંગે હેડક્વાર્ટર દ્વારા મુંબઈ, વલસાડ, સુરત, વડોદરા સહિતના તમામ કંટ્રોલ રૂમ અને સ્ટેશન સુપરિન્ટેન્ડન્ટને 'મોસ્ટ અર્જન્ટ' મેસેજ મોકલી દેવાયો છે. સુરત રેલવે સ્ટેશન પર એનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફતે મુસાફરોને ટ્રેનોના રિ-શિડ્યુલ અને રદ થવા અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે, જેથી મુસાફરો સ્ટેશને આવીને હેરાન ન થાય.
    Click here to Read More
    Previous Article
    સરપંચે TDO સાહેબને ખખડાવ્યા, VIDEO:ખાટલામાં સૂતાં-સૂતાં હકાભાએ ગુગલ જેમિનિને ગોથે ચડાવી, ધગધગતી મશાલમાં પાટીલનો હાથ અડી ગયો ને વાઘાણી તપી ગયા
    Next Article
    વડોદરાની સયાજી હોસ્પિટલમાં દર્દીનો આપઘાતનો પ્રયાસ:ચોથા માળેથી કૂદતાં એમ્બ્યુલન્સ ચાલક પર પડ્યો, ઇજાગ્રસ્ત દર્દીએ બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો, દર્દીને ગંભીર ઈજા, એમ્બ્યુલન્સ ચાલકની કમરના મણકા તૂટતાં સારવાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment