Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા:પતિથી છૂટાછેડા અપાવી તરછોડી દેનાર મહેન્દ્ર ઉર્ફે વિકી મકવાણા સામે ફરિયાદ

    4 days ago

    પાટણ જિલ્લાના રાધનપુરમાં રહેતી અને હાલ આદિપુર ખાતે વસવાટ કરતી 30 વર્ષીય પરિણીતાને વિશ્વાસમાં લઈ, કપટપૂર્વક લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા બાદ પત્નીથી છૂટાછેડા નહીં આપી તથા પરિણીતા સાથે લગ્ન ન કરી તરછોડી મુકનાર રાધનપુરના મહેન્દ્રકુમાર ઉર્ફે વિકી ગાંડાભાઈ મકવાણા સામે રાધનપુર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. મૂળ રાધનપુરના રવિધામ વિસ્તારમાં રહેતા અને હાલ કચ્છના ગાંધીધામ તાલુકાના આદિપુર મેઘપર બોરીચા ખાતે રહેતા 30 વર્ષીય મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, તેમના લગ્ન આશરે 15 વર્ષ પૂર્વે રાધનપુરના ઈશ્વરભાઈ જીવાભાઈ પરમાર સાથે થયા હતા અને આ લગ્નજીવન દરમિયાન તેમને 4 સંતાનો છે. વર્ષ 2024ની શરૂઆતના ગાળામાં તેમના પતિ ઈશ્વરભાઈ સાથે મહેન્દ્રકુમાર ઉર્ફે વિકી ગાંડાભાઈ મકવાણાને નાણાકીય લેતી-દેતીનો વ્યવહાર હોવાથી મહેન્દ્ર અવારનવાર તેમના ઘરે આવતો જતો હતો. આ દરમિયાન પરિણીતા અને મહેન્દ્રકુમાર વચ્ચે પરિચય અને મિત્રતા થયા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો. પ્રેમ સંબંધ દરમિયાન મહેન્દ્રકુમાર અવારનવાર ઘરે આવતો હતો અને બંને વચ્ચે મરજીથી શરીર સંબંધ બંધાયા હતા. આ બાબતની જાણ પરિણીતાના પતિ તેમજ કુટુંબીજનોને થતાં મહેન્દ્રને ઠપકો આપવામાં આવ્યો હતો, તેમ છતાં તે છુપાઈને મળવા આવતો હતો. તે દરમિયાન મહેન્દ્રએ પરિણીતાને ખાતરી આપી હતી કે તે તેના પતિને છૂટાછેડા આપી દે અને પોતે પણ પોતાની પત્નીને છૂટાછેડા આપીને તેની સાથે લગ્ન કરી લેશે. આ વિશ્વાસ અને ખાતરીના આધારે પરિણીતાએ તારીખ 10/02/2026ના રોજ પોતાના પતિ સાથે સામાજિક રીતે છૂટાછેડા લીધા હતા. છૂટાછેડા લીધા બાદ પરિણીતાએ મહેન્દ્રકુમારને તેની પત્ની સાથે છૂટાછેડા લઈ પોતાની સાથે લગ્ન કરવા જણાવતા તે ફોન પર થોડા સમયમાં છૂટાછેડા લઈ લગ્ન કરી લેવાની ખાતરી આપતો રહ્યો હતો. જોકે, ત્યાર બાદ અવારનવાર ફોન કોલ્સ અને મેસેજ કરવા છતાં મહેન્દ્ર બહાના બનાવીને ગલ્લાં-તલ્લાં કરતો હતો અને સંબંધ રાખવા માંગતો નહોતો. આમ, લગ્નની ખોટી લાલચ આપી શારીરિક સંબંધો બાંધી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી તરછોડી મુકતાં પરિણીતાએ રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બી.એન.એસ.ની કલમ 69 હેઠળ ગુનો દાખલ કરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. એમ. જોષી દ્વારા આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ધરણા-ઉપવાસ આંદોલનનું આયોજન:10 ઓક્ટોબરે ન્યાય કોર્ટ બહાર ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાશે
    Next Article
    અમદાવાદમાં ઈન્ફ્લુએન્સર BFનો એક્સ GF પર દંડાથી હુમલો:પીડિતાએ કહ્યું-મોડેલિંગ એકેડેમીમાં યુવતીઓને ફસાવી શોષણ કરે છે, એક છોકરી પાસેથી 5 લાખ પડાવી જેગુઆર લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment